Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાઃ કોલારોડોની સ્કૂલમાં અંધાધૂધ ફાયરિંગઃ ૧નું મોત,આઠ વિદ્યાર્થી ઘાયલ

અમેરિકાના કોલારોડોની એક સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ થતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું જ્યારે અન્ય આઠ વિદ્યાર્થી ઘાયલ થયા હતા. મંગળવારે કોલારોડોના ડેનવરની એક સ્કૂલમાં ત્રણ હુમલાખોરોએ સ્કૂલમાં ઘૂસીને ફારયિંગ કર્યું હતું. પોલીસે બંને હુમલાખોરની ધરપકડ કરી લીધી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ હુમલો થયો ત્યારે સ્કૂલમાં ૧૮૫૦ વિદ્યાર્થીઓ હાજર હતા. સ્કૂલમાં અનેક વિદ્યાર્થીઓને ગોળી વાગી હતી ઘાયલોમાંથી કેટલાકની Âસ્થતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.
ડગલાસ કાઉન્ટી શેરીફ ટોની સુપરલોકે જણાવ્યું હતું કે, હુમલાખોરોએ સ્કૂલમાં ઘૂસીને બે ક્લાસરૂમમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ૧૮ વર્ષના એક વિદ્યાર્થીનું મોત થયું છે. પકડાયેલા હુમલાખોર પાસેથી એક હેન્ડગન મળી આવી છે.
અમેરિકામાં હુમલાખોરોએ ઘણી સ્કૂલ અને કોલેજાને ટાર્ગેટ કરી છે. ગયા અઠવાડિયે જ યુનિવર્સિટી ઓફ નોર્થ કૈરોલિનામાં થયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

Related posts

ચીની વેક્સીન લીધા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના પોઝિટિવ…

Charotar Sandesh

વેક્સીન સંકટ : સીરમ પર ઉત્પાદનનુ દબાણ, ક્ષમતા વધારવા ૩૦૦૦ કરોડની જરુર…

Charotar Sandesh

કોરોના મહામારી વચ્ચે સાઉદી અરબને તેલ-ગેસના બે નવા ભંડાર મળ્યા…

Charotar Sandesh