Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના ન્યૂજર્સીમાં એક સ્ટોરમાં ગોળીબાર, હુમલાખોર અને પોલીસ સહિત 6 લોકોના મોત…

USA : અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાનિક સમય પ્રમાણે મંગળવાર બપોરે બે હથિયારધારી શખ્સોએ એક સ્ટોરમાં આડેધડ ગોળીબાર કર્યો હતો. સ્થાનિક પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને હુમલાખોરને ઠાર મારવામાં આવ્યા છે. આ દરમિયાન એક પોલીસકર્મી તથા ત્રણ લોકોના પણ મોત થયા હતાં. આમ આ ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાને આતંકવાદી હુમલા સાથે કોઇ સંબંધ હોય તેવા હાલ પુરાવા મળ્યા નથી.

સુરક્ષાકર્મીઓએ સ્કૂલને ઘેરી લઇ સુરક્ષા પુરી પાડી…

હુમલા દરમિયાન સ્ટોરની નજીકમાં આવેલ સ્કૂલમાં સુરક્ષાકર્મીઓ ઘેરી લીધી હતી અને કોઇપણ સ્કૂલની અંદર કે બહાર ન જાય તેની તકેદારી રાખી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષા પ્રદાન કરી હતી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ…

હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ હતું કે ન્યૂજર્સીમાં ગોળીબારની ઘટના અંગે જાણ થઇ છે. ઘટનામાં પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.

  • Nilesh Patel

Related posts

અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટેની ફીમાં ૮૩ ટકાનો વધારો સૂચવાયો…

Charotar Sandesh

કોરોનાથી અમેરિકામાં હાહાકાર, એક જ દિવસમાં ૩૪૫ મોત, ૧૮ હજાર નવા કેસ…

Charotar Sandesh

કોરોના વાયરસઃ ન્યૂયોર્કમાં ગવર્નરે ઈમરજન્સી જાહેર કરી…

Charotar Sandesh