Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે અપાતા EB-5 વીઝાની ફી માં વધારો…

હાલમાં 5 લાખ ડોલરનું રોકાણ કરવાથી મંજુર કરાતા આ વીઝાની ફી માં વધારો કરી 9 લાખ ડોલર કરવામાં આવી : 21 નવેમ્બરથી અમલી બનશે…

વોશિંગટન : અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે વિદેશીઓને અપાતા EB-5 વીઝાની ફી માં વધારો કરાયો છે. હાલમાં 5 લાખ ડોલર (આશરે 3 કરોડ, 45 લાખ રૂપિયા)નું  રોકાણ કરવાથી મંજુર કરાતા આ વીઝાની ફી માં  વધારો કરી 9 લાખ ડોલર (આશરે 6 કરોડ 22 લાખ રૂપિયા)  કરવામાં આવી છે. આ વધારો 21 નવેમ્બરથી અમલી બનશે

ઉલ્લેખનીય છે કે અમેરિકા દર વર્ષે 10 હજાર EB-5 વીઝા ઇશ્યુ કરે છે. તેમાં પણ પ્રતિ વર્ષ કોઇપણ દેશના મહત્તમ 700 નાગરિકને જ આ વીઝા આપી શકાય તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. EB-5 વીઝા અમેરિકામાં મુડીરોકાણ કરવા માંગતા લોકોને આપવામાં આવે છે. જેના આધારે તેઓ અમેરિકા વસવાટ કરી ઉદ્યોગ-ધંધા વિકસાવે  અને સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન થાય. આ  EB-5 વીઝા આપવાની શરૂઆત ઇ.સ.1990થી થઇ હતી. EB-5 વીઝા ફીમાં કરાયેલ વધારાને કારણે અમેરિકમાં બિઝનેસ  શરૂ  કરી ગ્રીન કાર્ડ મેળવવા માંગતા અનેક ભારતીયોને મોટી અસર થશે. એક રિપોર્ટ અનુસાર દર વર્ષે 800 જેટલા ભારતીય EB-5 વીઝા માટે આવેદન કરે છે.

  • Nilesh Patel

Related posts

ગુગલને ટક્કર આપવા એપલ લૉન્ચ કરશે પોતાનું સર્ચ એન્જીન…

Charotar Sandesh

ઈરાનનો દાવો અમેરિકાના ૧૭ જાસૂસોની ધરપકડ : અમુકને ફાંસી…

Charotar Sandesh

અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશઃ લિજેન્ડરી બાસ્કેબોટલ ખેલાડી સહિત ૮ના મોત…

Charotar Sandesh