Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાનો દાવો : ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા ઠાર…

હમજાનું મોત ક્યાં અને ક્યારે થયું તે અંગેની માહિતી અધિકારીઓએ આપી નથી

વૉશિંગ્ટન,
અલ કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન ઠાર કરાયો હોવાનો દાવો અમેરિકાના અધિકારીઓએ કર્યો છે. ઓસામા બિન લાદેન બાદ હમઝાને અલ કાયદાનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. જોકે, અમેરીકન મીડિયા દ્વારા હજી સુધી હમઝા ઠાર થયો હોવાની પુષ્ટી કરવામાં નથી આવી. હજી સુધી એ અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી મળી કે તેનું મૃત્યું ક્યાં અને કેવી રીતે થયું છે?
હમઝાના મૃત્યુ પાછળ અમેરિકાનો હાથ છે કે નહીં તે પણ સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ અમેરિકાના ગુપ્ત અધિકારીઓએ હમઝા ઠાર કરાયો હોવાનો દાવો કર્યો છે. ૨૦૧૫માં લાદેનના પુત્ર હમઝા બિન લાદેને અમેરિકાને ધમકી આપી હતી કે તે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે અમેરિકા પર હુમલો કરશે. ત્યારબાદ અમેરિકાએ તેના પર ૧૦ લાખ ડોલરના ઈનામની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનના એબોટાબાદમાં ૨ મે ૨૦૧૧ના રોજ અમેરિકી સીલ કમાન્ડોએ ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો. પોતાના પિતાની હત્યા થઈ ત્યારબાદ હમઝા પોતાની માતા એટલે કે ઓસામાની ત્રણ પત્નીઓમાંથી એક ખૈરિયા સબારની સાથે એબોટાબાદમાં રહી રહ્યો હતો. અલકાયદા ચીફ અયમન અલ જવાહિરીએ ૨૦૧૫માં પહેલી વખત તેને દુનિયાની સમક્ષ રૂબરૂ કરાવ્યો હતો. તેણે તે સમયે અમેરિકાને પોતાના પિતાની હત્યાનો બદલો લેવાની ધમકી આપી હતી અને અમેરિકામાં વિનાશ સર્જવાના સોગંદ લીધા હતા.

  • Nilesh Patel

Related posts

અમેરિકા ૨૦૨૦ ચૂંટણી : પ્રમુખપદની રેસમાંથી કમલા હેરિસ ખસી ગયા…

Charotar Sandesh

અમેરિકામાં આતંકી હુમલાનુ કાવતરુ રચવાના આરોપ હેઠળ પાક. નાગરિકની ધરપકડ…

Charotar Sandesh

રશિયાના સુખોઈ ફાઈટર પ્લેનોએ અમેરિકાના ન્યુક્લિયર બોમ્બરને ઘેર્યું, મચ્યો ખળભળાટ…

Charotar Sandesh