Charotar Sandesh
ઈન્ડિયા વર્લ્ડ

અમેરિકામાં અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓની 2 લાખને પાર પહોંચી : સતત વધારો…

નવી દિલ્હી : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષની તુલનાએ ત્રણ ટકાના વધારા સાથે 202,014 પર પહોંચી છે. આજે જાહેર કરેલા આંતરરાષ્ટ્રીય શિક્ષણ આદાન-પ્રદાન પર ઓપન ડોર્સનો રિપોર્ટ જાહેર થયો છે. આ સાથે સતત છેલ્લા 6 વર્ષથી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.

USIE ફાઉન્ડેશનમાં અમેરિકી દૂતાવાસના કાઉન્સિલર ચેરિસ ફિલિપ્સે કહ્યું કે, બંને દેશના વિદ્યાર્થીઓના એક્સચેન્જ પ્રોગ્રામથી રાજનીતિ ભાગીદારીમાં પણ સહયોગી બને છે. ભારતીય વિદ્યાર્થીઓ સારા શિક્ષણ માટે વિદેશમાં યુનિવર્સિટીની શોધ કરે છે ત્યારે અમેરિકા તેમના જ્ઞાન માટેના રોકાણનું વળતર આપે છે. સાંસ્કૃતિક વિભાગના સચિવ કાર્લ એડમએ કહ્યું કે, અમારી શિક્ષણ પદ્ધતિ વ્યાવહારિક જિવન અને તેના અનુભવો પણ શિખવાડે છે. જે અમેરિકામાં અભ્યાસ કરતા કોઈપણ ભારતીય વિદ્યાર્થીને નોકરીમાં ફાયદો અપાવે છે. સાથે ભારતીય વિદ્યાર્થીની મદદ કરવા માગે છે. અને આ જ કારણ છે કે, ભારતમાં અમારી પાસે 7 માહિતી કેન્દ્ર પણ છે. સાથે ઈન્ડિયા નામની એક મફત મોબાઈલ એપ પણ છે. જે એન્ડ્રોઈડ અને ISOમાં ઉપયોગ કરી શકાય છે.

  • Yash Patel

Related posts

૧૦ લાખ કરોડની માર્કેટ કેપ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની પ્રથમ કંપની બની…

Charotar Sandesh

બ્રાઝિલ અને અમેરિકા પછી સૌથી વધુ કોરોના કેસોમાં ભારત ત્રીજા સ્થાને…

Charotar Sandesh

પંજાબના ગુરદાસપુર લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ બટલામાં રોશ શો કરવા આવ્યાં હતા. રાડ શો દરમિયાન એક મહિલા સની દેઓલની જીપ ઉપર પહોંચી ગઈ. સન્ની દેઓલ સાથે એ મહિલા ફોટો પડાવવા માટે કાર પર ચઢી હતી પણ સની દેઓલ સાથે જે બન્યું તેનાથી તેમને પણ આશ્ચર્ય થયું

Charotar Sandesh