Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં ભારે વરસાદથી પૂર : વ્હાઈટ હાઉસમાં ઘુસ્યુ પાણી…

વોશિંગ્ટનમાં એક કલાકમાં ૩.૩ ઈંચ વરસાદ, અંધારપટ છવાયો…

વાશિંગ્ટન,
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સહિત વર્જીનિયા અને કોલંબિયામાં સોમવારે ભારે વરસાદ પછી પૂર આવ્યું છે. અહીં એક કલાકમાં ૩.૩ ઈંચ વરસાદ પડ્યો છે. શહેરના રસ્તાઓ નહેરમાં ફેરવાયાં છે. વ્હાઈટ હાઉસના બેઝમેન્ટમાં જ્યાં પત્રકારો માટે બેસવાની વ્યવસ્થા છે તે રૂમમાં પણ પાણી ભરાય ગયા છે. હવામાન વિભાગે મેટ્રો ક્ષેત્રમાં પૂરનું એલર્ટ જાહેર કર્યું છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ યુએસ નેશનલ રેલ-રોડ પેસેન્જર કોર્પોરેશને ખરાબ વાતાવરણને કારણે દક્ષિણ વોશિંગ્ટનમાં ટ્રેન સેવા રદ કરી છે. આ કેટલાં દિવસ સુધી બંધ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પૂરને કારણે હજુ સુધી કોઈ નુકસાનની ખબર નથી.

જ્યોર્જ વોશિંગ્ટન પાર્કવેના એક ક્ષેત્રમાં પાણી ભરાવવાના કારણે બંધ કરાયું છે. નોર્થવેસ્ટ વોશિંગ્ટનના પણ કેટલાંક ક્ષેત્રોને પૂરને કારણે બંધ કરાયાં છે. કોલંબિયા જિલ્લાના કેટલાંક ક્ષેત્રમાં સોમવારે મોડી રાત સુધી વરસાદ પડ્યો હતો. અહીં આંધી-તોફાનને કારણે એરપોટ્‌ર્સને ઘણું નુકસાન થયું છે.

હવામાન વિભાગ મુજબ ભારે વરસાદને કારણે નાની નહેર, શહેરી ક્ષેત્રો, રાજમાર્ગો, રસ્તાઓ અને અંડરપાસની સાથે સાથે અન્ય જળ નિકાસી વિસ્તારમાં પૂર જેવી સ્થતિ ઊભી થઈ ગઈ છે. આગામી બે દિવસ ભારે વરસાદની સાથે આંધી-તોફાન આવવાની સંભાવના છે.

  • Mr. Nilesh Patel

Related posts

કેનેડા સરકારે ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્‌સ પર ૨૧ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લંબાવ્યો

Charotar Sandesh

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૯૦ લાખની નજીક, ૪.૬૭ લાખના મોત…

Charotar Sandesh

અમેરિકન આર્મીએ ટીકટોકને રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ ગણાવતા પ્રતિબંધ લાદ્યો…

Charotar Sandesh