Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં ભારે વરસાદ-પૂરના કારણે ૧૧ના મોત…

૧૨૦૦થી વધુ ફ્લાઇટ કેન્સલ અને હજારો ઘરમાં વીજળી ઠપ્પ…

USA : અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં ભારે હિમવર્ષા, વાવાઝોડા અને વરસાદના લીધે પૂર આવવાથી ૧૧ લોકોનું મોત થયું હતું. ન્યૂઝ એજન્સી પ્રમાણે વાવાઝોડાની સૌથી વધારે અસર ટેક્સાસ, ઓકાહોમા, શિકાગો અને ડલાસ રાજ્યમાં છે. અહીં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ બની ગઇ છે. શિકાગો ડિપાર્ટમેન્ટ ઓફ એવિએશન પ્રમાણે શિકાગોના બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૨૦૦થી વધુ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. બીજી તરફ ઓકાહોમા અને અરકંસાસમાં પૂરના લીધે ઘણા હાઇવે બંધ કરવામાં આવ્યા છે.

એજન્સી પ્રમાણે, ટેક્સાસમાં શનિવારે એક પોલીસ અધિકારી અને એક બચાવકર્મીનું મોત થયું હતું. ઓકાહોમામાં પૂરના પાણીમાં ડૂબવાથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. લુસિયાનામાં એક ઘર પડી જવાથી વૃદ્ધ દંપતિનું મોત થયું હતું જ્યારે લોવામાં એક ટ્રક પલટી જવાથી એક વ્યક્તિનો જીવ ગયો હતો. ટેક્સાસમાં વીજ પુરવઠો ઠપ્પ થવાથી હજારો લોકો તેમનું ઘર છોડીને ઓહિયો જતા રહ્યા હતાં. અલબામામાં લગભગ ૮૫ હજાર લોકો અત્યારે વીજળી વિના રહેવા માટે મજબૂર છે. વાવાઝોડું એટલું તીવ્ર છે કે તેના કારણે મિસૌરી, ઓકાહોમા અને અરકંસાસમાં ઘણા ઝાડ ઉખડી ગયા હતા અને ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું છે.

  • Naren Patel

Related posts

અમેરિકામાં ૨૪ કલાકમાં ૨૧ હજાર પોઝિટિવ કેસ : ૧૭૭૨ના મોત…

Charotar Sandesh

અમેરિકાએ વેક્સિન નિર્માણ માટે ઉપયોગી કાચા માલ પર પ્રતિબંધ મૂક્યા…

Charotar Sandesh

અમે કોરોનાની વેક્સીન બનાવી લીધી છે : જોનસન એન્ડ જોનસનનો દાવો…

Charotar Sandesh