Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ વર્લ્ડ

અમેરિકામાં ૧૪ સપ્ટેં.૨૦૧૯ના રોજ નવરાત્રિ ગરબા તથા દાંડીયા રાસની રમઝટ બોલશે…

ન્યુજર્સી : યુ.એસ.માં વલ્લભધામ હવેલી, વૈશ્નવ પરિવાર ઓફ કનેકટીકટના ઉપક્રમે આગામી ૧૪ સપ્ટેં. શનિવારના રોજ ભવ્ય તથા સૌથી મોટા એવા નવરાત્રિ ગરબાનું આયોજન કરાયું છે. ૮ હજાર લોકોની કેપેસીટી ધરાવતા કનેકટીકટમાં આવેલા ન્યુ બ્રિટન ફુટબોલ સ્ટેડીયમમાં આઉટડોર ગરબા યોજાશે જેનો સમય સાંજે ૬.૩૦ વાગ્યાથી મધ્યરાત્રિ સુધીનો રહેશે. જેમાં કનેકટીકટ તથા ન્યુ ઇંગ્લેંડમાં વસતા ભારતીયો ઉમટી પડશે. જયા ગરબા તથા દાંડીયા રાસની રમઝટ બોલાવવા સુપ્રસિધ્ધ ગરબા સિંગર શ્રી અચલ મહેતા ખેલૈયાઓને મોડી રાત સુધી ઘુમાવશે. આ નવરાત્રિ ગરબા દાંડીયા રાસમાં શામેલ થવા અગાઉથી ઓનલાઇને રજીસ્ટ્રેશન કરાવી લેનારાઓ માટે ફ્રી પાર્કિગ સાથે ૧૨ ડોલર ફી તથા સ્થળ ઉપર ટિકિટ લેનારાઓ માટે ફ્રી પાર્કિગ સાથે  ૧૫ ડોલર ફી રાખવામાં આવી છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ છે.

  • Yash Patel

Related posts

આગામી અઠવાડિયા સુધી કોરોનાના કેસની સંખ્યા ૧ કરોડ પર પહોંચી શકે છે : WHO

Charotar Sandesh

રાહતરૂપ નિર્ણય : ઇમરજન્સીના સંજોગોમાં પ્લેટફોર્મ ટિકિટ લઇને પણ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે…

Charotar Sandesh

અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડની ગળુ દબાવી હત્યા કરનાર પોલિસકર્મીને થઇ ૭૫ વર્ષની સજા…

Charotar Sandesh