Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા અને બ્રિટેનના આ ૩ વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસિનનો નોબલ પુરસ્કાર…

તેમની શોધથી અનીમિઆ-કેન્સરની સારવારમાં મદદ મળશે…
૧૪ ઓક્ટોબર સુધીમાં છ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર વિજેતાઓની જાહેર કરવામાં આવશે…

USA : સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ૨૦૧૯ માટેના નોબલ પુરસ્કારની જાહેરાત સોમવારે કરવામાં આવી છે. આ વખતે મેડિકલનો નોબલ પુરસ્કાર અમેરિકાના વિલિયમ જી.કેલિન જૂનિયર અને ગ્રેગ અલ સેમેન્જા, બ્રિટનના સર પીટર જે. રેટક્લિકને આપવામાં આવ્યો છે. મંગળવારે ભૌતિક અને બાદમાં ૧૪ ઓક્ટોબર સુધીમાં કુલ છ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરશે.
પુરસ્કારની જાહેરાત કરતા જ્યૂરીએ કહ્યું કે આ વૈજ્ઞાનિકો એ સ્થાપિત કર્યું છે ઓક્સિજનનું સ્તર કઈ રીતે આપણા સેલલ્યુલર મેટાબોલિઝમ અને શારીરીક ગતિવિધિઓને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોએ કરેલી શોધે એનીમિયા, કેન્સર અને અન્ય બીમારીઓની વિરુદ્ધની લડાઈમાં નવી રણનીતી બનાવવાનો રસ્તો સાફ કર્યો છે.
સ્વીડિશ એકેડેમી ૨૦૧૮ અને ૨૦૧૯ બંને વર્ષો માટે સાહિત્ય નોબલ પુરસ્કારની જાહેરાત કરશે. ગત વર્ષે વધતા યૌન ઉત્પીડનના મામલાઓના કારણે ૨૦૧૮માં સાહિત્ય નોબલની જાહેરાત એકેડેમીએ મુલત્વી રાખી હતી.

મેડિસિનના નોબલ પુરસ્કાર સાથે જોડાયેલા તથ્ય…
– ૧૯૦૧થી ૨૦૧૮ની વચ્ચે ચિકત્સાના ક્ષેત્રમાં ૧૦૯ નોબલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા, ૨૧૬ લોકોને આ પ્રદાન કરવામાં આવ્યા.
– મેડિસિનના ક્ષેત્રમાં ૧૨ મહિલાઓને નોબેલ આપવામાં આવ્યો છે.
– ફ્રેડરિક જી. બેટિંગ(૩૨) મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર મેળવનાર સૌથી યુવા, તેમને ઈન્સુલિનની શોધ માટે ૧૯૨૩માં આ પુરસ્કાર મળ્યો.
– પેટોન રાઉલ(૮૭) સૌથી વધુ ઉંમરના નોબલ પુરસ્કાર વિજેતા છે, તેમને ટ્યુમર ઈન્ડયુસિંગ વાયરલની શોધ માટે ૧૯૬૬માં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

  • Nilesh Patel

Related posts

પાકિસ્તાનની ઇમરાન સરકારે ભારતથી કૉટન અને ખાંડની આયાતને મંજૂરી આપી…

Charotar Sandesh

ઇઝરાયલને પોતાની સુરક્ષા કરવાનો પૂરો હક : જો બાયડન

Charotar Sandesh

ઇસરોએ જાહેર કરી ચંદ્રયાન-૨ મિશનની પ્રથમ તસ્વીર : ૯થી ૧૬ જુલાઇ વચ્ચે લોન્ચિંગ થશે…

Charotar Sandesh