મુંબઇ : અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો વિશે કંઈ છુપાયેલું નથી. જ્યાં એક તરફ બંને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ તસવીરો શેર કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ, ઇન્ટરવ્યૂમાં, તેઓ એકબીજા સાથે ખુલીને વાત કરે છે. હાલમાં જ મલાઇકાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન અર્જુન કપૂર સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે. આ મુલાકાતમાં મલાઈકાએ ઘણા આશ્ચર્યજનક ખુલાસાઓ કર્યા હતા.
મલાઇકા અરોરા તાજેતરમાં જ નેહા ધૂપિયાના ચેટ શો ’નો ફિલ્ટર નેહા’ પહોંચી હતી. મલાઇકાએ આ શોમાં ઘણી બાબતો શેર કરી હતી. મલાઇકા અરોરાએ અર્જુન કપૂર વિશે જણાવ્યું હતું કે ’અર્જુન કપૂર દરેક રીતે પરફેક્ટ છે પરંતુ પૈસા સંભાળવાની બાબતમાં તે કંઈ ખાસ નથી’. આ સાથે મલાઇકા અરોરાએ અર્જુન કપૂર સાથે તેના ડ્રીમ વેડિંગ વિશે વાત કરી. મલાઇકા અરોરાના નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે તે તેના લગ્ન માટે ખૂબ ઉત્સાહિત છે.
મલાઇકાએ લગ્ન વિશે કહ્યું કે, “મારા ડ્રીમ વેડિંગ બીચ પર થશે અને તે એક વ્હાઈટ વેડિંગ હશે. મારે લગ્નમાં ઇલી સાબ ગાઉન પહેરવાનું છે. મલાઈકાએ કહ્યું- ગર્લગેંગ મારી બ્રાઈડમૅડ બનશે. મને બ્રાઈડમૅડનો કન્સેપ્ટ ખૂબ જ પસંદ છે. મને વ્હાઈટ વેડિંગ જોઈએ.