Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આંકલાવમાં હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો…

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા…

ધારાસભ્યો સાથે એક હજારથી વધુ ખેડૂતો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા…

આંકલાવ : આંકલાવમાં હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ શનિવારે મોડી સાંજે વીર કુવા ચોકડી પાસે ગંગા પાર્કમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા જેમાં સ્થાનિક લોકોને અને તેમાંય ખાસ કરીને ખેડૂતો વેપારી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને અને તેઓની સમસ્યાઓ સમજવા માટે અને તેનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે માટેનું સંવાદ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો વેપારીઓ વિદ્યાર્થીઓ અને મહિલાઓ આ સંવાદ કાર્યક્રમમાં ભાગ લઇ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને અને ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર બનાવી ને ગુજરાતમાં નાના વેપારીઓ ખેડૂતો વિદ્યાર્થીઓ અને મહિલાઓને સમસ્યાને દૂર કરી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સંવાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસના જિલ્લાના ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે હાર્દિક પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તમે કઈ રીતે કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવી શકો અને આણંદ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી કઈ રીતે વધુ મજબૂત બને એવા સપનાઓ અને ચિંતાઓને અમે લઈને આપણી વચ્ચે આવ્યા છે હાલમાં આ સરકારથી વિદ્યાર્થીઓ નારાજ છે ખેડૂતો નારાજ છે મોંઘવારી લઈને મહિલાઓ નારાજ છે આ તમામ લોકો કોંગ્રેસ પાર્ટી સાથે કેવી રીતે જોડાય અને તેમને આપણે પાર્ટી માં કેવી રીતે જોડી શકીએ અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરી શકીએ તે માટે આપણા એકબીજા પ્રત્યે સંવાદ થવો ખુબ જ જરૂરી છે જેથી આપણી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરી શકાય કોંગ્રેસ પાર્ટીને મજબૂત કર્યા બાદ આ ગુજરાતને મજબૂત કરી શકાય અને ગુજરાતમાં નાના વેપારીઓને રોજગાર મળી રહે ખેડૂતોને ખેતી કરવા માટે પૂરતી સુવિધા મળી રહે અને માર્કેટમાં તેના પાકનો યોગ્ય ભાવ મળે જ્યારે વિદ્યાર્થીઓને પૂરેપૂરો અને સસ્તુ શિક્ષણ મળે અને બેરોજગાર યુવાનોને રોજગારી મળી શકે તે માટે કોંગ્રેસ સરકાર કામ કરે અને ગુજરાતને ઉન્નતિ તરફ લઈ જાય અને ગુજરાતની આવનારી પેઢીઓ નું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે કોંગ્રેસને મજબુત કરીને આપણે ગુજરાતને મજબૂત કરવાની જરૂર છે અને તેની જવાબદારી આપણા બધાની છે અને તેમને ખાસ ઉમેર્યું હતું કે કેન્દ્રમાં રહેલી મોદી સરકાર ભારતના બંધારણને ખતમ કરવા માટે પ્રયત્ન કરી રહી છે તેના બચાવ માટે આજે સશક્ત અને મજબુત કોંગ્રેસ પાર્ટીની ખૂબ જ જરૂર છે દેશમાં કોંગ્રેસનો કાર્યકર્તા મજબૂતાઈથી જો મેદાનમાં આવી જાય ને તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં ૪૦ સીટો પણ ભાગ્યે જ આવે જ્યારે આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હાલમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલી રહ્યું છે જેમાં દેશ અને પ્રદેશમાં લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે જેમાં વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ નથી મળતું અને શિક્ષણની હાલત કથળી ગયેલી છે જ્યારે ગુજરાતમાં મોટા ભાગનું શિક્ષણ ખાનગીકરણ થતા હવે તેનું વેપારીકરણ થઈ ગયું છે જેને લઇને સામાન્ય માણસ પોતાના બાળકને શિક્ષણ અપાવવું ખૂબ જ મોંઘુ બન્યું છે છે જ્યારે શિક્ષણ લઈને યુવાન નોકરી-ધંધા શોધવા માટે નીકળે છે ત્યારે આ દેશમાં આ પ્રદેશમાં નોકરીઓ છે ના ધંધા છે નવા ધંધા રોજગાર અને નોકરીઓ ઊભી થતી નથી પરંતુ જે નોકરીઓ અને ધંધા રોજગાર છે એ પણ હવે મંદીના મારમાં ચાલી નથી રહ્યા મોદી સરકારની આર્થિક નીતિના કારણે આખા દેશમાં મંદીનું વાતાવરણ છવાઈ ગયું છે જેના કારણે વેપારી વેપાર વગરનો થયો છે અને યુવાનોને રોજગાર મળતો નથી અને જે યુવાનોને રોજગાર મને નોકરી મળી છે તેઓનો પણ રોજગાર અને નોકરીઓ ખતરામાં છે .સૌથી ખરાબ અને દયનીય પરિસ્થિતિ કોઈ હોય તો તે ખેડૂતોની થઈ ગઈ છે ખેડૂતોને ખેતી કરવા માટે યોગ્ય સુવિધા મળતી નથી સાથે સાથે તેને પકવેલા પાકનો ભાવ તેને યોગ્ય મળતો નથી જેને લઇને આ આ દેશના ખેડૂતો દેવામાં છે અને ગુજરાત સરકારને ખેડૂતોની પ્રત્યે જરાપણ હમદર્દી નથી જો મહારાષ્ટ્રમાં અને રાજસ્થાનમાં ખેડૂતોનું દેવું માફ થઈ શકતું હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કેમ ન થાય તેમ જણાવીને તેઓએ ભાજપ સરકારની નીતિઓ સામે આકરા પ્રહાર કર્યા હતા આ પ્રસંગે આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યો તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે-સાથે આંકલાવ તાલુકાના ખેડૂતો વેપારી મહિલાઓ અને વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.

  • Jignesh Patel, Anand

Related posts

આજે રવિવારે રાજ્યની તમામ આરટીઓ કચેરી ખૂલ્લી રહેશે…

Charotar Sandesh

ચરોતરમાં ગરમીએ ફરી માથું ઊચક્યું : પારો ૪૦ ડિગ્રી નજીક

Charotar Sandesh

લોકશાહીમાં એક મત પણ સત્તા ઉલટફેર કરી શકે છે : બીપીન વકીલ

Charotar Sandesh