Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આંકલાવ : પ્રવાસે ગયેલા વિદ્યાર્થીએ રૂ.૨૦૦ પાછા માગતા શિક્ષકોએ દારૂનાં નશામાં ઢોર માર માર્યો…

આંકલાવ ખાતે આવેલી આંકલાવ હાઈસ્કુલમાંથી સપ્તાહ પૂર્વે વિદ્યાર્થીઓને રાજસ્થાનનાં શૈક્ષણિક પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા…

આણંદ : આંકલાવ ખાતે આવેલી આંકલાવ હાઈસ્કુલમાંથી સપ્તાહ પૂર્વે વિદ્યાર્થીઓને રાજસ્થાનનાં શૈક્ષણિક પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ પ્રવાસમાં ગયા હતા જયાં વિદ્યાર્થીઓેનાં કહેવા મુજબ ત્રણ શિક્ષકો વિપુલ પટેલ, બિપીન પટેલ અને અશ્વિન પટેલએ દારૂ પીધા બાદ દારૂનાં નશામાં એક વિદ્યાર્થીને બેફામ માર માર્યો હતો, જેને લઈને પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓમાં રોષ પ્રવર્તી ઉઠયો હતો, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પણ આ અંગે પોતાનાં વાલીઓને શિક્ષક દ્વારા ઢોર માર મારવાની વિગતો જણાવતા વાલીઓમાં રોષ ફેલાઈ ગયો હતો, સવારે શાળા ખુલતા વિદ્યાર્થીઓ તેમજ કેટલાક વાલીઓ પણ શાળામાં પહોંચ્યા હતા.

વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો,અને શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું,જયારે ઉશ્કેરાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ માર મારનાર શિક્ષકની કારનાં કાચની તોડફોડ કરી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શિક્ષકો પ્રત્યે ઉગ્ર રોષ હોઈ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ અને ત્રણેય શિક્ષકોને પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા,જયાં પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી,જા કે આંકલાવ નગરનાં કેટલાક આગેવાનો પણ પોલીસ મથકે દોડી ગયા હતા અને શિક્ષકો અને વાલીઓ વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થાય તે માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓને રાજસ્થાનની સંસ્કૃતિનાં શૈક્ષણિક પ્રવાસમાં લઈ ગયેલા શિક્ષકોએ જ દારૂ પીને વિદ્યાર્થીઓને માર મારવાની ધટના બાદ વિદ્યાર્થીઓએ શાળામાં હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરતા આંકલાવ નગરમાં ચકચાર મચી જવા પામી છે.

Related posts

બોરસદ તાલુકાના બોચાસણ અને નાપા તળપદનો કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો…

Charotar Sandesh

આણંદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ઈ-લોક અદાલત યોજીને ૨૦૯ કેસોનો નિકાલ કરાયો…

Charotar Sandesh

આણંદ : પાધરિયા વિસ્તારમાં સર્વે કરવા ગયેલ બે મહિલા કર્મચારીઓ ઉપર ટોળાએ કર્યો હુમલો…

Charotar Sandesh