Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલ ૨૦૨૦ : અનિલ કુંબલે કિંગ્સ ઇલેવન પંજાબના કોચ બન્યા…

ન્યુ દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અનિલ કુંબલે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ તરીકે ફરજ નિભાવશે. કુંબલે ન્યૂઝીલેન્ડના માઈક હેસનને રિપ્લેસ કરશે. હેસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ડાયરેક્ટર બનાવવામાં આવ્યો છે. કુંબલે ૨૦૧૬થી ૨૦૧૭ દરમિયાન ભારતીય ટીમના હેડ કોચ હતા. કુંબલે આ ટૂર્નામેન્ટમાં હેડ કોચ તરીકે ફરજ નિભાવનાર એકમાત્ર ભારતીય છે.
કિંગ્સ ઇલેવન પંજાબના પૂર્વ કપ્તાન જોર્જ બેલીને બેટિંગ કોચ બનાવામાં આવ્યો છે. તેની કપ્તાનીમાં ટીમ ૨૦૧૪માં પહેલી વાર ફાઇનલમાં પહોંચી હતી. ભારતના પૂર્વ સ્પિનર સુનિલ જોશીને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જ્યાર દક્ષિણ આફ્રિકાનો જોન્ટી રોડ્‌સને ફિલ્ડિંગ કોચ અને કર્ટની વોલ્શને બોલિંગ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
કિંગ્સ ઈલેવને સતત પાંચમી સીઝનમાં કોચ બદલ્યો છે. આ પહેલા ૨૦૧૪થી ૨૦૧૬ સુધી સંજય બાંગર ટીમનો કોચ હતો. બાંગર પછી ૨૦૧૭માં વિરેન્દ્ર સહેવાગને કોચ બનાવવામાં આવ્યો હતો. ૨૦૧૮માં બ્રેડ હોજ અને ૨૦૧૯માં માઈક હેસનને કોચિંગ સોંપવામાં આવી હતી. ટીમ ૨૦૧૪માં પોઈન્ટ્‌સ ટેબલમાં પ્રથમ સ્થાને રહી હતી.

Related posts

ક્રિકેટર મનીષ પાંડે ફિલ્મ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે પરણશે…

Charotar Sandesh

શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને ૬ વિકેટે હરાવ્યું…

Charotar Sandesh

આઈસીસી ટેસ્ટ રેન્કિંગઃ સ્મિથને પછાડી કોહલીએ ફરી નંબર-૧નો તાજ મેળવ્યો…

Charotar Sandesh