Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈસીસીએ રબાડા પર પ્રતિબંધ મુક્યો, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ ગુમાવશે…

દુબઈ : સાઉથ આફ્રિકાની ટીમના વિસ્ફોટક બેટ્‌સમેન કગિસો રબાડા ચોથીવાર આઈસીસી કોડ ઓફ કંડકટને તોડવાનો દોષી સાબિત થયો છે. આ સાથે તેના ખાતામાં આઈસીસીએ એક ડેમેરિટ પોઈન્ટ જોડી દીધો છે, જ્યારે ૧૫ ટકા મેચ ફી પણ કાપી લેવાની જાહેરાત કરી છે.

યજમાન દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ રમાઈ રહી છે. બંન્ને દેશો વચ્ચે આ સમયે ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ વચ્ચે યજમાન ટીમ દક્ષિણ આફ્રિકાને ફાસ્ટ બોલર કગિસો રબાડાના રૂપમાં એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, પ્રોટિયાઝ ટીમના ફાસ્ટ બોલર કગિસો રબાડા પર આઈસીસીએ એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ લગાવ્યો છે, કારણ કે તેણએ આઈસીસીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

સાઉથ આફ્રિકાની ટીમના વિસ્ફોટક બેટ્‌સમેન કગિસો રબાડા ચોથીવાર નિયમને તોડવાનો દોષી સાબિત થયો છે. આ સાથે તેના ખાતામાં આઈસીસીએ એક ડેમેરિટ પોઈન્ટ જોડી દીધો છે, જ્યારે ૧૫ ટકા મેચ ફી પણ કાપી લેવાની જાહેરાત કરી છે. આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રબાડાએ આઈસીસીની આચાર સંહિતાના લેવલ ૧નો ભંગ કર્યો હતો.

ફાસ્ટ બોલર કગિસો રબાડાએ આઈસીસીની આચાર સંહિતાના આર્ટીકલ ૨.૫ ને તોડ્યો છે. કોઈપણ બોલર આ નિયમને તોડે છે જ્યારે તે કોઈ બેટ્‌સમેનને આઉટ કર્યાં બાદ તેની વિરુદ્ધ અભદ્ર ભાષા, એક્શન અને જેસ્ચર તેવું કરે જે ખુબ ઉગ્ર હોય. રબાડા પર આ આરોપ ત્યારે લાગ્યો જ્યારે તેણે જો રૂટને બોલ્ડ કરીને અલગ વર્તન કર્યું હતું.

Related posts

જન્મદિન પર યુવરાજે કહ્યું- ‘પિતાના ’હિંદુ’ વાળા નિવેદનથી દુઃખી છું…

Charotar Sandesh

ટીમમાં ઓપનિંગ કરવા મારે કરગરવું પડ્યું હતું : તેંદુલકર

Charotar Sandesh

ટોક્યો પેરાલિમ્પિક્સ નિયત સમય મુજબ જ યોજાશે, કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં…

Charotar Sandesh