Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈસીસી ટેસ્ટ રેન્કિંગ : કોહલી બેટ્‌સમેન રેન્કિંગમાં બીજા સ્થાને, સ્મિથથી ત્રણ કદમ દુર…

દુબઈ : ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ૧૩૬ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સથી તે આઈસીસી ટેસ્ટ બેટ્‌સમેન રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સ્ટીવ સ્મિથની નજીક આવી ગયો છે. કોહલી ૯૨૮ પોઈન્ટ્‌સ સાથે સ્મિથ (૯૩૧) કરતા માત્ર ૩ પોઈન્ટ્‌સ પાછળ છે. પ્રથમ ટેસ્ટમાં ઇન્દોર ખાતે બેવડી સદી ફટકારનાર ઓપનર મયંક અગ્રવાલને એક સ્થાનનો ફાયદો થયો છે. તે ૭૦૦ પોઈન્ટ્‌સ સાથે દસમા સ્થાને છે. ટોપ ૧૦માં કોહલી અને અગ્રવાલ સિવાય ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનો સમાવેશ થાય છે. પુજારા ૭૯૧ પોઈન્ટ્‌સ અને રહાણે ૭૫૯ પોઈન્ટ્‌સ સાથે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.

બોલર્સમાં ઇશાંત શર્મા અને ઉમેશ યાદવને ફાયદો થયો છે. ઇશાંત ૭૧૬ પોઈન્ટ્‌સ સાથે ૧૭મા અને ઉમેશ ૬૭૨ પોઈન્ટ્‌સ સાથે ૨૧મા સ્થાને છે. રવિચંદ્રન અશ્વિનને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે ૭૭૨ પોઈન્ટ્‌સ સાથે નવમા સ્થાને, જયારે જસપ્રીત બુમરાહ ૭૯૪ પોઈન્ટ્‌સ સાથે પાંચમા સ્થાને છે, બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું છે. રવિન્દ્ર જાડેજાને પણ એક સ્થાનનો ફાયદો થયો છે અને ૭૨૫ પોઈન્ટ્‌સ સાથે બોલર્સ રેન્કિંગમાં ૧૫મા સ્થાને છે. બેટ્‌સમેન રેન્કિંગમાં ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સનો પણ પ્રથમવાર ટોપ-૧૦માં સમાવેશ થયો છે. કિવિઝ સામે ૯૧ અને ૨૮ રનની ઇનિંગ્સ રમ્યા પછી તે બે સ્થાનના ફાયદા સાથે ૭૦૪ પોઈન્ટ્‌સ સાથે નવમા સ્થાને છે.

Related posts

ધર્મને મહત્વ આપનાર ખેલાડીઓ મારી સાથે સ્ક્રીન પર આવવાનું ટાળતા હતાઃ ઝૈનબ અબ્બાસ

Charotar Sandesh

કોરોના જંગ સામે લડવા સચિને ૧ કરોડ અને રાજસ્થાન રૉયલ્સે ૭ કરોડ આપ્યા…

Charotar Sandesh

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી

Charotar Sandesh