Charotar Sandesh
ગુજરાત

આગળ જતાં વાહનની બ્રેકથી અકસ્માત સર્જાય તો બંને વાહનચાલકો જવાબદાર : હાઈકોર્ટ

અમદાવાદ,
રાજ્યભરમાં માર્ગ અકસ્માતના કિસ્સામાં અનેક વાર સામે આવે છે. તેમાં પણ સ્પીડમાં આગળ જતાં વાહનનો ચાલક એકદમ બ્રેક મારી દે તો પાછળનું વાહન તેને ટકરાઈ જાય છે. આગળ જનાર વાહનની બ્રેકને પગલે સંખ્યાબંધ અકસ્માત નિવડતા હોય છે. ત્યારે તેમાં જવાબદારી કોની તે મોટો સવાલ બનતો હોય છે. ત્યારે ૨૦૦૨માં ચાણસ્મા મહેસાણા હાઈવે પર બનેલા અકસ્માતના એક બનાવમાં ગુજરાત હાઈકોર્ટે બંને વાહનચાલકોની જવાબદારી સરખી ગણાવી હતી.

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, આગળના વાહનનો ડ્રાઈવર અચાનક બ્રેક મારે અને પાછળનું વાહન તેને અથડાય તો બંને વાહનના ડ્રાઈવર એકસરખી રીતે જવાબદાર ગણવામાં આવશે.

મહેસાણા-ચાણસ્મા હાઈવે પર જૂન ૨૦૦૨ થયેલા અકસ્માતનો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં આવ્યો હતો. હાઈકોર્ટે તેને અનુલક્ષીને જણાવ્યું કે જે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી તેને સો ટકા જવાબદાર ગણી શકાય નહીં. ૨૦૦૨ના અકસ્માતમાં એક ટ્રેલર અચાનક ઊભું રહી જતાં અને તેની પાછળ પૂરપાટ આવતી ટ્રક તેમાં ઘુસી ગઈ હતી. ટ્રક ડ્રાઈવર વિનોદ ચૌહાણે જણાવ્યું કે અકસ્માતમાં તેને, ક્લનરને અને યાત્રીઓને ઈજા થઈ હતી. જેને લઈને તેણે ટ્રેલરના માલિક અને ઈન્શ્યોરર પાસે વળતરની માંગ કરી હતી. ૨૦૦૫માં મહેસાણાની મોટર એક્સડેન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલે ટ્રેલરના ડ્રાઈવરને સો ટકા દોષી ઠેરવીને ઈન્શ્યોરરને ટ્રક ડ્રાઈવરને ૫ લાખ અને ક્લીનરને ૩ લાખ રૂપિયા આપવાનો હુકમ કર્યો હતો.

Related posts

કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં બંધના એલાનનો ભણકારો ન વાગ્યો, દુકાનો ખુલ્લી રહી

Charotar Sandesh

અમરેલી-રાજુલા ધાતરવડી ડેમ-૨ ઓવરફ્લો થતાં જળબંબાકારની સ્થિતિ…

Charotar Sandesh

સુરત : 14 માળની કાપડ માર્કેટની આગ 12 કલાક બાદ પણ બેકાબૂ : કરોડોનું નુકસાન, વેપારીઓમાં રોષ…

Charotar Sandesh