Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આગામી વર્ષાંન્તે યોજાનાર ચૂંટણી જંગ પૂર્વે શું આણંદ પાલિકાનો જંગ મહાપાલિકા સ્વરૂપે યોજાશે…?!

પાલિકા દ્વારા હાથ ધરાતા વિકાસ કામો તથા કોંગીના કાંગરા ખેરવવાના ખેલના પગલે અટકળોનું બજાર ગરમ…!

આણંદ : આણંદ પાલિકાને મહાપાલિકા બનાવવા છેલ્લા દોઢ દાયકા થી કવાયત હાથ ધરવામાં આવી રહી છે. અને છેલ્લા બે વર્ષ દરમિયાન પાલિકા મહાપાલિકા બની રહયાનું બજાર ગરમ પણ થવા પામ્યું હતું. તેમ છતાં મહાપાલિકા ન બન્યા બાદ આગામી વર્ષના અંતે પાલિકાઓના યોજાનાર જંગના પગલે આણંદ પાલિકાનો જંગ મહાપાલિકા સ્વરૂપે યોજાશે ના સવાલો પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હોય વિકાસ કામો તથા કોંગ્રેસમાંથઈ કાંગરા ખેરવવાના ચાલતા ખેલથી અટકળોનું બજારગરમ થવા પામી રહયાનું જાણવા મળેલ છે.

શ્વેતક્રાંતિ શાશ્વતનગરી સરદાર પટેલની કર્મભુમીના પગલે આણંદ અમુલથી તેમજ ડોલરીયા પ્રાંતથી ઓળખ બનવા પામી છે તેમ છતાં આણંદના વિકાસકામો કોરાણે મુકવાના પ્રયાસ કરવામાં આવી રહયાની ચર્ચા સ્થાનિકો ઉઠવા પામતી હોય છે. જેના પગલે દોઢ દાયકા પુર્વ આણંદ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની કવાયત હાથ ધઙ્ખવામાં આવી હતી અને વર્ષ ૨૦૧૨ દરમિયાન અવકુંડાની રચના થતા મહાપાલિકા બનવા પામશે તેવી શકયતાઓ વધવા પામી હતી. પરંતુ સ્થાનિક નેતાઓના ગરાસ લુંટાઈ જવાની શકયતાના કારણે જો મહાપાલિકા બનશે તો સત્તા હાથમાંથી સરકી જશે તેવી નેતાઓની શાસકપક્ષ તથા સરકારના આકાઓન્ે કાનાફુસીના કારણે મુદ્દો લટકવા પામ્યો હતો.

પરંતુ બે વર્ષ પુર્વ પુનઃ આણંદ પાલિકા મહાપાલિકા બનવા પામી રહયા હોવાનો મુદ્દે ગરમાવા પામ્યો હતો. પરંતુ તે પણ ટાઢા પાણીનો ગપગોળો બનવા પામતા તાજેતરમાં પાલિકા દ્વારા વિકાસના શરૂ થયેલ કામો પણ કોંગ્રેસમાંથઈ કાંગરા ખેરવી સ્થાનિક સ્તરે ભાજપને વધુ મજબુત બનાવવાનૌ ચાલી રહેલ રાજકીય ખેલના પગલે આગામી વર્ષાંતે યોજાનાર આણંદ પાલિકાનો નહીં પરંતુ મહાપાલિકાનો જંગ બનવા પામશેની અટકળો ઉઠવા પામી છે. અને સુત્રોનું માનીએ તો પ્રારંભિક આણંદ કરમસદ તથા વિદ્યા્‌નગર પાલિકાનું એકત્રીકરણ કરીને મહાપાલિકા બનાવવાના અને નવા સિમાંકન બનાવવા તરફ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Related posts

શ્રી રાજપૂત કરણી સેના આણંદ જિલ્લાની કાર્યકારીણીની રચનાના ભાગરૂપે કાર રેલી-સભાનું આયોજન કરાયું…

Charotar Sandesh

આણંદ ખાતે વિશ્વ નશાબંધી અને ડ્રગ્સ નિષેધ દિન નિમિત્તે યોજાયેલ વેબિનાર…

Charotar Sandesh

આગામી તા.૬ તથા તા.૧૩ના રોજ પ્રત્યેક મતદાન મથકોએ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે…

Charotar Sandesh