Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

આજથી ૧ સપ્‍ટેમ્‍બર સુધી વરસાદ પડશે : મધ્‍ય અને પૂર્વ ગુજરાતમાં મધ્‍યમ-ભારે તો કયાંક અતિભારે…

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અકબંધ જ રહેતા તંત્ર દ્વારા સાવચેતીના વિવિધ પગલા : અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ…

ચોમાસુ ધરી ગંગાનગર, ગુણાથી લો પ્રેસર સેન્ટર વાયા પુરી થી દક્ષિણ પુર્વ બંગાળ ની ખાડી સુધી લંબાઈ છે. ચોમાસુ ધરી નો પશ્ર્ચિમી છેડો દક્ષિણ તરફ આવશે. એક યુ.એસી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર પર સક્રિય છે. હાલ લો પ્રેસર ઉતર પશ્ર્ચિમ ઓડીસા પર છવાયેલ છે તેને આનુંસંગીક યુઅેસી  દરિયાની સપાટી થી ૧.પ ‌કી.મી. ની ઉંચાઇ પર ઉતર છતીશગઢ તેને લાગુ પુર્વ મધ્ય પ્રદેશ પર છવાયેલ છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર માં હળવો મધ્યમ થી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્ર માં વધુ શક્યતા. 1 થી 3 ઇંચ અમુક વિસ્તારમાં તેથી પણ વધુ.

આગાહીના દીવસોમાં મધ્ય ગુજરાત અને પુર્વ માં મધ્યમ, ભારે ક્યાક અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.2 ઇંચ થી 6 ઇંચ આગાહી સમય દરમ્યાન ઉતર ગુજરાત માં કુલ વરસાદ હળવો, મધ્યમ, ક્યાક કયાક ભારે વરસાદ જોવા મળશે. પુર્વ /મધ્ય ગુજરાત લાગુ ઉતર ગુજરાત માં વરસાદ નું પ્રમાણ સારુ રહેશે. બાકી ના વિસ્તાર માં વરસાદ નું પ્રમાણ ઓછું રહેશે.1 થી 4 ઇંચ તેમજ દ.ગુજરાત માં 2 થી 3 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે. આગાહી સમય દરમિયાન કચ્છ માં હળવો મધ્યમ વરસાદ પડશે 0.5 થી 2 ઇંચ. મોડલ મતભેદ હોય વરસાદની માત્રા વધી શકે છે.

Related posts

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની લાંબી સારવાર બાદ નિધન…

Charotar Sandesh

પેટલાદના સુણાવ ગામની સ્કૂલમાં ૪ શિક્ષિકાઓ શંકાસ્પદ કોરોનાની ચપેટમાં આવતાં ૧૫ દિવસ માટે સ્કૂલ બંધ કરાઈ

Charotar Sandesh

ખેડૂતો અને ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આવતીકાલથી મેઘરાજા લેશે વિદાય…

Charotar Sandesh