Charotar Sandesh
ગુજરાત ચરોતર

આજે ઉત્તરાયણ : એ કાપ્યો…. લપેટની ધૂમ સાથે રંગબેરંગી આકર્ષક પતંગોથી આકાશ ભરાશે…

ચારે બાજુ કાપ્યો-લપેટની ધૂમ સાથે ધાબાઓ ભરચક દેખાશે…

મકરસંક્રાંત આવી; ઉંધીયું, જીંજરા, શેરડી, ખીચડો, ચીકીની ધૂમ ખરીદી…

નાસ્તાની જુદી જુદી વેરાઈટી પણ મકરસંક્રાંતિના તહેવારને રોચક બનાવશે…

ગાંધીનગર : ગરવી ગુજરાતની આગવી અને ભાતીગળ ઓળખ સમાન પતંગોના તહેવાર ઉત્તરાયણ માટે અમદાવાદ-સુરત અને અન્ય પતંગરસિયાઓ સુસજ્જ બની ગયા છે. જો કે મસ્ત મસ્ત અને રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવવા માટે અને કાઇપ્યો છે….તેની ચિચિયારીઓ પાડવા માટે પવનની ગતિ ઉત્તરાયણના દિવસે કેવી રહે છે તેના પર સમગ્ર તહેવારની મોજમજાનો આધાર રહેલો છે.

પતંગના રસિયાઓ અને સામાન્ય લોકો પણ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હોય છે તે ઉત્તરાયણની આજે શાનદાર અને પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવનાર છે. ઉત્તરાયણના દિવસે એ કાપ્યો…. લપેટની ધૂમ શહેરમાં ચારેબાજુ જોવા મળશે. નાના અને મોટા મકાનો તથા અન્યત્ર જગ્યાઓ પર નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી ભીડ જોવા મળશે. દરેક વયના લોકો મનમુકીને ઉત્તરાયણની ઉજવણી કરતા નજરે પડશે. અમદાવાદ શહેરમાં પતંગની ઉજવણીની પરંપરાનો ઇતિહાસ ખૂબ જુનો રહેલો છે. અમદાવાદ એ ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટેનું એક અનોખુ સ્થળ બની ગયુ છે. ભારતમાં માત્ર અમદાવાદની અંદર જ પતંગની સૌથી વધારે બોલબાલ જોવા મળે છે. પતંગ બજારનું કદ પણ અભૂતપૂર્વ સપાટી પર પહોંચી ગયુ છે. નવી નવી બનાવટનું સૌથી મોટુ હોલસેલ બજાર તરીકે અમદાવાદ ઉભરી આવ્યું છે.

અમદાવાદમાંથી જ જુદી જુદી જગ્યાઓ ઉપર પતંગો પહોંચાડવામાં આવે છે. પતંગ ઉત્સવ અથવા તો ઉત્તરાયણ માત્ર બે દિવસનો તહેવાર નથી પરંતુ આ તહેવાર પાછળ ૧૩ મહિનાની મહેનત લાગેલી હોય છે. બે દિવસનો તહેવાર આખા વર્ષની રોજગારી પણ ધણા લોકોને ઉપલબ્ધ કરાવે છે. પતંગના નિર્માણમાં જુદા જુદા સમુદાયના લોકો સંકળાયેલા છે. ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકો પતંગ બનાવવામાં વધુ જોડાયેલા છે. ઉત્તરાયણના મહિના કે બે મહિના અગાઉ જાહેરાતો વળા પતંગો બનવવામાં આવે છે.

મોટાભાગે મધ્યમ કદના પતંગોનું વેચાણ સૌથી વધારે પ્રમણમાં થાય છે. છોટા ભીમ, બેનટેન, સુપરમેન જેવા કાર્ટૂનના ચિત્રવાળા પતંગ પણ બજારમાં વધારે પ્રમાણમાં વેચાઈ ચુક્યા છે. આવતીકાલે ઉત્તરાયણના દિવસે આ પતંગોની બોલબાલા રહેશે. અમદાવાદ શહેરમાં ખાસ કરીને પોળમાં પતંગની ઉજવણી વધારે શાનદાર રીતે થાય છે.

ઉત્તરાયણના પગલે બજારોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે પતંગના ધૂમ વેચાણની સાથે આ વર્ષે અવનવી એસેસરીઝ પણ માર્કેટમાં જોવા મળી રહી છે. જાત-જાતના પતંગોની સાથે એસેસરીઝે પણ ખાસ આકર્ષણ જમાવ્યું છે. છેલ્લા અઠવાડિયાથી પતંગ બજારમાં તેજી જોવા મળી રહી છે. શહેરના પતંગ માર્કેટમાં ’જો બકા! ઉત્તરાયણ તો અમદાવાદની જ’, ’વેલકમ ૨૦૨૦’, નેતાઓની તસવીરોવાળા પતંગો જોવા મળી રહ્યાં છે. ઉપરાંત સનકેપ, ચશ્મા, બાજા, ટેપપટ્ટી, વિવિધ માસ્ક, આકર્ષણ છત્રીઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. પતંગની સાથે-સાથે ગુબ્બારાની માંગ પણ દર વર્ષ કરતાં આ વર્ષે વધુ છે.

વિવિધ ધર્મોની માન્યતા જુદી જુદી રીતે આમાં જોડાયેલી છે. જ્યોતિષ શાષાનું કહેવું છે કે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થળાંતર કરે છે આ પ્રમાણે વર્ષમાં કુલ ૧૩ સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. કારણ કે આ સમય સૂર્ય પૃથ્વીની આજુ બાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિભ્રમણ થાય છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ખશે છે. સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મૂર્હુત તરીકે પણ જોવામાં આવે છે. જુદી જુદી સંસ્કળતિઓમાં ઉત્તરાયણની ઉજવણી જુદી જુદી રીતે થાય છે.

Related posts

આણંદ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા હાડગુડમાં દર્દીના મકાન સહિતના વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો…

Charotar Sandesh

ટ્રાવેલ્સ સાથે અકસ્માતમાં લુણાવાડાના મામલતદારનું ડ્રાઇવર સાથે મોત…

Charotar Sandesh

દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત બાદ રાત્રે કરિયાણું લેવા લોકો દોડ્યા : દુકાનોમાં ભારે ભીડ જામી…

Charotar Sandesh