Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના હાડગુડ ગામે ઠેરઠેર ગંદકીથી લોકો ત્રસ્ત : રોગચાળાની શક્યતા…

  • વડોદ-હાડગુડ રોડ પરના મોટા ખાડાઓ પણ મોટો અકસ્તાત સર્જી શકે છે…!

  • ચિકનગુનિયા થતા સ્વાઈનફ્લુ ફેલાવાની પ્રબળ શક્યતાઓ…!

આણંદ : આણંદ જિલ્લાના હાડગુડ ગામે ગંદકીના સામ્રાજયના કારણે આમ નાગરિકો થતા અવરજવર કરતા મુસાફરોનું જીવવું મુશ્કેલ બનીયું છે ઠેરઠેર કચરા થતા ગંદકી અને રસ્તાઓ પરના પાણી ભરાતા ખાડાઓએ અડ્ડો જમાવીયો અહીં સરકારી તંત્રની નિષ્ફળતાઓ ને કારણે રોગચાળો ફાટી નીકળવાની દેહશત ફેલાઈ રહી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર આણંદ શહેરની બાજુમાં જ આવેલ હાડગુડ ગ્રામપંચાયતની હદ થતા ખેતીવાડી ની દીવાલ ને અડીને આવેલા વિસ્તારોમાં ગંદકી દિવસે ને દિવસે વકરતી જાય છે.અહીં ગંદકીનું વધતું જતું પ્રમાણ સરકારી તંત્રની નિષ્ફળતાઓ ઉજાગર કરી રહી છેહાડગુડના અનેક વિસ્તારોમાં ગંદકીએ માઝા મૂકી છે જેમાં તળાવ વિસ્તાર, રોડ પરની સોસાયટીઓ,ખેતીવાડીની દીવાલ ને અડીને આવેલા વિસ્તાર-દુકાનો વગેરે તરફ જતા ગંદકીના મોટા ઢગલા જોવા મળી રહિયા છે થતા વડોદ-હાડગુડ રોડ પર મોટા મોટા ખાડાઓ પડતા અંદર પાણી ભરાઈ જવાથી ગંદકી વધી રહી છે રોડપર ના આજુ બાજુના ઉકરડાઓ નો પણ વ્યાપ વધવાને કારણે ગંદકી  વધી રહી છે,  હાડગુડમાં મહિનાઓ સુધી કચરાના ઢગ હટાવાતા ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તેમજ અહીં તંત્ર દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત કોઈ કામગીરી ન થતી હોવાના આક્ષેપ લોકો કરી રહ્યાં છે.

૧૦૦૦૦ થી ઉપરની લોકોની અવરજવરવાળો રસ્તો અસહ્ય ગંદકીથી ખડબડે છે…!

તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા મિશનને અહીં નિષ્ફળ બનાવવામાં આવી રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યાં છે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે આ અંગે તાત્કાલિક ધોરણે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગણી પ્રબળ બની છે.
  • Jignesh Patel

Related posts

વડોદરા : પાદરા ગામ નજીક રસ્તા ઉપર જતી યુવતીઓને હેરાન કરતો ઈસમ ઝડપાયો…

Charotar Sandesh

બોરીયા ગામમાં ગૌચર સરકારી જમીન બ્લોક નં – ૧૯૦ માં થયેલ બાંધકામ દૂર કરવા ફરિયાદ

Charotar Sandesh

વડોદરા : ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં પોલીસ કર્મીઓને ડબલ દંડ ફટકારાયો…

Charotar Sandesh