Charotar Sandesh
ચરોતર

આણંદમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ૩૦ ટ્રાફિક બેરીકેટ અર્પણ કરાયા

આણંદ,

જે.કે.સુપર સીમેન્ટ દ્વારા આણંદ રૂરલ પોલીસ સ્ટેશન માટે ૩૦ ટ્રાફિક બેરીકેટ આપવામાં આવ્યા. આ માટે જે. કે. સુપર સીમેન્ટ આણંદ તથા ખેડા, સાબરકાંઠાના ડિસ્ટ્રીબ્યુટર રાજેશભાઈ પટેલ, એરીયા સેલ્સ મેનેજર અલ્પેશભાઈ જાની, ટેકનીકલ ઓફિસર રોહનભાઈ જાની, બરોડાનાં ડિસ્ટ્રીબ્યુટર સ્મિતભાઈ પટેલ, આણંદના માર્કેટિંગ ઓફિસર દીપકભાઈ કરંગીયા તેમજ ખેડાના માર્કેટિગ ઓફિસર ફૈઝલભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા.

જે. કે. સુપર સીમેન્ટનો જે સ્લોગન છે “બીલ્ડસેલ્ફ” તે માટે જે. કે. સુપર સીમેન્ટ દરેક ક્ષેત્રમાં “સુરક્ષા”ને મહત્વ આપે છે. અને એના ભાગરૂપે જે. કે. સુપર સીમેન્ટ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે ૩૦ ટ્રાફિક બેરીકેટ ડિસ્ટ્રીબ્યુટર કરવામાં આવ્યા હતા.

આ સાથે જે. કે. સુપર સીમેન્ટ ગુજરાતનાં બાલાસિનોર ખાતે પોતાનો નવો ગ્રાઈન્ડિંગ યુનીટ ચાલુ કરી રહી છે. જેને અનુલક્ષીને કંપની ગુજરાતમાં આ પ્રકારની સામાજીક પ્રવૃતિ કરી રહી છે. આ પ્રસંગે વાય. બી. ગોહીલ તેમજ અન્ય પોલીસ અધિકારી દ્વારા પણ જે. કે. સુપર સીમેન્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related posts

બેન્ક ઓફ બરોડા ઉમરેઠ દ્વારા શિક્ષક દિન નિમિત્તે પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉજવણી કરાઈ

Charotar Sandesh

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવના વિરોધમાં આંકલાવ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર…

Charotar Sandesh

આણંદ નજીક એક્સપ્રેસ-વે પર લક્ઝરી બસમાં આગ ભભૂકી, ૨૫ મુસાફરોનો આબાદ બચાવ..

Charotar Sandesh