Charotar Sandesh
ચરોતર

આણંદમાં ફાયર સેફટી મુદ્દે નોટીસ ફટકારાતા બિલ્ડરોએ ઉલટા ચોર કોટવાલ કો ડાંટે…ની સ્થિતિ સર્જી…!

  • બીલ્ડરોની રાજકીય કે અધિકારીઓ સાથે અગાઉ કરવામાં આવેલ વહીવટી સાંઠગાંઠ કે ઓથના કારણે ફાયર વિભાગની હાલત સેન્ડવીચ જેવી બની જવા પામી…

આણંદ,
ગત માસે સુરતની આગજન્ય ઘટના બાદ સફાળા જાગેલ ફાયર તંત્રએ ફાયર સેફટી મુદ્દે સતર્કતા દાખવવાની કાર્યવાહી હાથ ધરતા આણંદ વિદ્યાનગર વિસ્તારમાં અગાઉ રાજકીય નેતાઓની ઓથ બાદમાં અવકુંડા અધિકારીઓ સાથેની સાંઠગાંઠથી સાકાર થયેલ હાઈરાઈઝ બીલ્ડીંગો કોમર્શીયલ સંકુલો શિક્ષણ સંસ્થાઓ ટયુશન કલાસીસવાળાઓને ફાયર સેફટી મુદ્દે નોટીસ ફટકારતા બીલ્ડરોએ ઉલટા ચોર કોટવાલ કો ડાંટે ની સ્થિતિ સર્જતા ફાયર વિભાગની હાલત કફોડી બનવા પામી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરતની ગત માસે સર્જાયેલ આગજન્ય ઘટનાએ સમગ્ર રાજયના ફાયર વિભાગ તંત્રની હચમચાવી મુકતા સરકગાર પણ ફાયર વિભાગ સક્રીય જવાબ પામતા ફાયર સેફટી મુદ્દે એનઓસી આપવાની કાર્યવાહીનો કડકપણે અમલ હાથ ધરતા તાત્કાલીક ફાયર સેફટી સુવિધા ઉભી કરવાની તાકીદ કરવામાં આવી હતી તે અંતર્ગત પંથકમાં સાકાર થયેલ હાઈરાઈઝ બીલ્ડીંગો કોમર્શીયલ સંકુલો હોટલો શિક્ષણ સંસ્થાઓ તથા ટયુશન કલાસ વાળાઓને નોટીસ ફટકારી તાકીદે ફાયર સેફટી સુવિધા ઉભીકરવાની નોટીસ ફટકારતા ખાસ કરીને બીલ્ડર લોબીમાં ચણભણાટ ઉભો થવા પામ્યો છે. ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૨ માં અવકુંડાની રચના થયા પુર્વે પાલિકાહસ્તકના શહેરી વિકાસ મંડળ દ્વારા આડેધડ નકશાઓ પાસ કરી બાંધકામની પરવાનગીઓ આપવામાં આવ્યા બાદનકશા પ્રમાણે સુવિધાઓ ઉભી કરવાની તકેદારી દાખવ્યા વગર કાંતો વહીવટથી કાં રાજકીય સાંઠગાંઠ અકમ્પ્લીકશન સર્ટીફ૪કેટ પણ ફાળવી દેવાના ખેલકરવામાં આવ્યા હતા ત્યારે અવકુંડાની રચના બાદ પણ અગાઉની સ્થિતિ પણ વગ રાખવામાં આવી હોય તેમ અધિકારીઓ સાથે સાંઠગાંઠ રચી બાંધકામના નકશા પાસ કરવાના અને નકશામાં દર્શાવેલ પાયાની સુવિધા ન હોવા છતાં આંખ આડા કાન કરી ક્મ્પ્લીકશન સર્ટીફીકેટ વહીવટી ખેલથી આપવાના વ્યાપારીક ભ્રષ્ટાચાર વકરવા પામી રહયો છે ત્યારે તાજેતરમાં ફાયર સેફટી મુદ્દે અપનાવવામાં આવી રહેલ કડક વલણ ના કારણે ફાયર સેફટી મુદ્દે સુવિધા કરવાની નોટીસ બીલ્ડરો તથા આ ફટકારવામાં આવતા બીલ્ડરો દ્વારા ઉલટા ચોર કોટવાલ કો ડાંટેની સ્થિતિ ઉભી કરી જે તે સમયે કન્સલ્ટન્ટ વિભાગ દ્વારા તકેદારી કેમ ન દાખવી જેવા સવાલ ઉઠાવી તંત્ર ઉપર આંગળી ઉઠાવવાના પ્રયાસ કરતા ફાયર વિભાગની હાલત કફોડી બનવા પામી હોવાનું જાણવા મળેલ છે.

જો કે ફાયર સેફટીની એનઓસી મામલે પાલિકા ચીફ ઓઇફસરને સત્તા આપવાના પગલે પણ વિવાદ વકરવા પામી રહયાનું જાણ મળેલ છે. નવાઈની વાત તો એ છે કે આણંદ ફાયર વિભાગ દ્વારા જનસુરક્ષા મુદ્દે સતત જાગૃત રહેવાના પ્રયાસ હાથ ધરી રહયું હોવા છતાં બીલ્ડરોની રાજકીય કે અધિકારીઓ સાથે અગાઉ કરવામાં આવેલ વહીવટી સાંઠગાંઠ કે ઓથના કારણે ફાયર વિભાગની હાલત સેન્ડવીચ જેવી બની જવા પામી હોવાનું જાણવા મળેલ છે.

Related posts

રાયફલ શુટિંગમાં દેશનું નામ રોશન કરનાર આણંદની લજ્જા ગોસ્વામીને ધોરણ-૧૧ના પાઠ્યપુસ્તકમાં સ્થાન…

Charotar Sandesh

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ

Charotar Sandesh

અમદાવાદ મુકામે અંબિકા એન્જીનીયરીંગ તૈયાર થયેલ વિરાટ ધ્વજદંડની પૂજન વિધિમાં સંતો મહંતોની ઉપસ્થિતિ

Charotar Sandesh