Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

આણંદ-ખેડા જિલ્લાની ૧પ૦ કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ પ્રકિયા આરંભાશે

આણંદ,
આણંદ-ખેડા જિલ્લાની સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન યુ.જી .અને પી.જી. કોલેજોમાં નવા શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦થી ઓનલાઈન સેન્ટ્રલાઈ ઝેશન પ્રવેશ પદ્ઘતિનો ગત વર્ષની જેમ પ્રારંભ કરાશે. જેમાં વિદ્યાર્થીઓ યુનિ.ની સત્તાવાર વેબસાઈટ દ્વારા મેરીટના આધારે સીધો પ્રવેશ મેળવી શકશે. જેમાં ધો.૧૨ ના સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થનાર હોઈ ૧૪મી મેથી બીએસસીની પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી શરૂ કરાનાર હોવાનું યુનિવર્સિટીના ઈ. રજિસ્ટ્રાર તુષાર મજમુદારે જણાવ્યું હતું.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં છેલ્લાં બે વખતથી યુનિવર્સિટી કક્ષાએ સેન્ટ્રલાઈઝેશન પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરાઈ છે. જેમાં વિદ્યાર્થીઓ યુનિ.ની વેબસાઈટના માધ્યમથી પ્રવેશ મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
જેમાં પ્રથમ તબક્કે ગ્રેજ્યુએટ વિભાગની બીએ, બી.કોમ, બી.એસ.સી., બી.બી.એ., બી.સી.એ., બીએસસી ર્નસિંગ જેવી તમામ વિદ્યાશાખાઓમાં ધો.૧૨ના કોમર્સ અને સાયન્સ પ્રવાહના પરિણામ બાદ તબક્કાવાર ઓનલાઈન વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકશે. વધુમાં પ્રવેશ માટે યુનિ.ના પોર્ટલ ઉપર અને સ્ટુડન્ટ હેલ્પ ડેસ્ક ઉપર લોગીન કરાયા બાદ પણ વિસંગતતા હોય તેવા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે યુનિ. ભવન ખાતે અલગ – અલગ હેલ્પ સેન્ટર કાર્યરત કરશે. જેના દ્વારા વિદ્યાર્થીઓને સીધી માહિતી અને માર્ગદર્શન ઉપલબ્ધ થઇ શકશે.

Related posts

વડોદરામાં પરિણિતાને પરેશાન કરતા વિધર્મી રોમિયોની જાહેરમાં ધોલાઇ…

Charotar Sandesh

ઉત્તરાયણ સમયે ૧૦૮ ઈમરજન્સી સારવાર સેવામાં ૪૦થી ૫૦ ટકાનો વધારો થયો…

Charotar Sandesh

સરકારની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવવામાં સુરતીઓ સૌથી આગળ…

Charotar Sandesh