Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

આણંદ-ખેડા જિલ્લામાં કાળઝાળ ગરમીનો પારો ઉંચે જતા લોકો અકળાઈ ઊઠ્યા

  • ગરમીના કારણે કેટલાંક લોકોના મોત થયાની પણ વિગતો મળી છે

નડિયાદ,
રાજ્યમાં ઠેર-ઠેર કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આણંદ-ખેડા જિલ્લામાં પણ ગરમીનો પારો ૪૦ ડીગ્રીની પાર થઈ ગયો છે. જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ વધશેે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં આજે દિવસ દરમ્યાન ખેડા જિલ્લાનું તાપમાન ૪૩ ડીગ્રી સુધી રહ્યું હતું. ગત્‌ ચાર-પાંચ દિવસથી બપોરના સમયે ગરમીનો પારો ૪૪ ડીગ્રીથી વધુ રહ્યો હતો. જ્યારે રાતના સમયે પણ જિલ્લામાં ગરમીનું પ્રમાણ ૨૮ થી ૩૦ ડીગ્રી સુધી રહ્યું હતું. આજ રોજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૮ ટકાથી વધુ હતુ. આવી કાળઝાળ ગરમીના કારણે લોકો બિમાર પડી રહ્યાં છે. ગરમીના કારણે કેટલાંક લોકોના મોત થયાની પણ વિગતો મળી છે.
આકાશમાંથી જાણે આગ વરસી રહી હોઈ તેમ ગરમી વર્ષી રહી છે. આવી ગરમીના લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. હવામાન ખાતા દ્વારા મળેલી માહિતી મુજબ આવનારા દિવસોમાં પણ ગરમીનો પારો ૪૩ ડીગ્રીથી પણ વધુ રહેશે.
સતત વધી રહેલી ગરમીથી રાહત મેળવવા માટે લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા જૂન મહિનાની શરૂઆતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ વધતા જતાં તાપમાન ના કારણે વરસાદ વહેલો આવાની શક્યતાઓ ઘટી રહી છે. રાજ્યમાં વરસાદનું આગમન જૂન મહિનાના અંત સુધીમાં થશે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Related posts

કોરોના સામે જાગૃતિને લઇ ડાકોરના ગાયકે બનાવ્યો ગરબો….

Charotar Sandesh

અસરગ્રસ્ત વ્યકિતઓ, સરપંચ અને ગામના આગેવાનો સાથે બેઠક કરતાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી

Charotar Sandesh

આણંદ : આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આર.ટી.ઓ સંકુલ જિલ્લાની જનતાની સેવા માટે લોકાર્પણ…

Charotar Sandesh