Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ૨.૫૩ લાખ બાળકોને પોલિયો નાબૂદી અભિયાન હેઠળ રસીકરણનો પ્રારંભ થયો…

આણંદ : આણંદ જિલ્લામાં ૨,૫૩૯૧૦ બાળકોને પોલિયો નાબૂદી માટે કાળજી લેવાઈ રહી છે અને રસીકરણનો આણંદ જિલ્લાના ૧૧૨૩ આરોગ્ય સેન્ટરો પોલિયો બુથ ઉપર રસીકરણ નો પ્રારંભ થયો છે.

ભારત સરકાર ના કૃષિ રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા એ આજે આણંદ ખાતે ગ્રીડ પાસેની આઇ.ટી.આઇ. કોલેજના પોલિયો બુથ ઉપર બાળકોને પોલિયો નાબૂદી માટે રસીકરણ ટીપા પીવડાવ્યા હતા. સાંસદ સભ્યશ્રી મિતેષભાઈ પટેલ પણ જોડાયા હતા અને તેઓએ બાળકોને પોલિયો નાબૂદી માટે ટીપા પીવડાવી જિલ્લામાં રસીકરણ નો પ્રારંભ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષ કુમાર અને ડો એમ.ટી. છારી તેમજ જીલ્લા નો ૪૯૪૨ જેટલો આરોગ્ય કર્મીઓનો સ્ટાફ જિલ્લા ભરમાં ૧૧૨૩ જેટલા પોલિયો બુથ ઉપર રસીકરણ ના કામે લાગ્યો છે.

આણંદ જિલ્લામાં આજે ૨.૫૩ લાખ બાળકો ને પોલિયો નાબૂદી અભિયાન હેઠળ રસીકરણ નો પ્રારંભ થયો હતો, જેમાં કલેકટર શ્રી આર.જી. ગોહીલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમારે પણ અર્બન બુથ સેંટર ઉપર બાળકો ને પોલિયો નાબૂદી માટે રસીના ટીપા પીવડાવી અભિયાન નો પ્રારંભ કર્યો હતો.

Related posts

આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૭૫ મી.મી., અત્યાર સુધી કુલ-૨૭૦૭ મી.મી. વરસાદ નોંધાયો

Charotar Sandesh

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ! ગળતેશ્વરમાં લોકોની ઉમટી ભીડ

Charotar Sandesh

રાજીનામાની અટકળો વચ્ચે કોંગ્રેસ કાર્યાલયે હાજર થયા આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર…

Charotar Sandesh