Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : નવા મોલમાં લીફ્ટના ભોયરામાં યુવક ખાબકતાં પગમાં લોખંડનો સળીયો ઘુસી ગયો…

આણંદ : શહેરમાં રેલ્વે સ્ટેશનમાં ગોદી નજીક નવો મોલ બની રહ્યો છે. અને હાલ બેઝમેન્ટનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ગઈકાલ રાતના સાડા નવ વાગ્યાના અરસામાં મોલની લીફ્ટ પાસેથી ગ્રાઉન્ડ ફ્લોરમાં નજીકથી પસાર થઈ રહેલો
યુવક અચાનક લીફ્ટના ભોયરામાં ખાબક્યો હતો. જેથી તેના ડાબા પગે લોખંડનો સળીયો આરપાર નીકળી ગયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રેલ્વે મોલના ગ્રાઉન્ડફ્લોરના લીફ્ટના ભોયરા પાસે રાત્રીના અંધારામાં એક યુવક ખાબકી ગયો હતો. અને ડાબા પગે ઘુંટણના ભાગે સળીયો આરપાર નીકળી ગયો હતો. જેથી યુવક બુમાબુમ કરતાં નજીકમાંથી પસાર થતાં લોકોએ ભોયરામાં તપાસ કરતાં એક યુવક ગંભીર હાલતમાં પડ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જે બાબતની જાણ નજીકના દુકાનદારને કરાતાં તેઓએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં જ આણંદ ફાયરબ્રીગેડ તથા ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરબ્રીગેડની ટીમે ખાડામાં ઉતરીને ગંભીર રીતે ઘવાયેલા યુવકના ડાબા પગમાંથી સળીયો કટર વડે કાપી બહાર કાઢ્યો હતો. અને તેને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. યુવક જે તે સમયે મને કોઈએ ધક્કો માર્યો હોવાનું બોલી રહ્યો હતો. જાકે હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. યુવકનું નામ જાણવા મળેલ નથી.

Related posts

બે આંતરરાજ્ય ચોરી-લુંટ કરનાર ટોળકીના સાગરીતોને પિસ્તોલ સાથે ઝડપતી વાસદ પોલીસ…

Charotar Sandesh

તૌકતે વાવાઝોડામાં મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને ચાર લાખનો ચેક આપી સહાય અપાઈ..

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આજે વધુ ૧ કેસ : કુલ ૧૦ પોઝીટીવ, રાજ્યમાં કોરોનાનો આંકડો ૬૦૦ને પાર…

Charotar Sandesh