Charotar Sandesh
ક્રાઇમ સમાચાર

આણંદ : લાંભવેલ ગામે ATMમાં ચોરીનો પ્રયાસ કરનારા 2ની ધરપકડ…

આણંદ : આણંદ તાલુકાના લાંભવેલ ગામે બસ સ્ટેન્ડ પાસે બેંક ઓફ બરોડાની શાખાનુ એટીએમ આવેલું છે. ગત શુક્રવારે મોડી રાત્રિના આ એટીએમના મશીનનો નીચેનો દરવાજો તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે બેંક ઓફ બરોડા શાખાના લાંભવેલના બ્રાન્ચ મેનેજર જયેશકુમાર ચંદ્રકાંતભાઈ રોહિતે (મુળ રહે.અમદાવાદ હાલ રહે આણંદ) ફરિયાદ નોંધાવી હતી.

જે સંદર્ભે પોલીસે બાતમીદારો તેમજ સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની તપાસમાં રાવળાપુરાના બે શખ્સ રાજેશ ઈમાનુએલ ક્રિશ્યન અને શંકર ઢોળા રાઠોડ હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે પોલીસે બંને શખ્સની રાવળાપુરાથી ધરપકડ કરી હતી. બંને શખ્સો અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા.

Related posts

ડેઈલી રીફંડની લાલચે ગુમાવેલા ૬૯ હજાર યુવકને પરત અપાવતી આણંદ સાયબર ક્રાઈમ પોલીસ…

Charotar Sandesh

આણંદ જિલ્લાના જોળ ગામમાં સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ ગ્રામજનોએ ઝડપી પાડ્યું

Charotar Sandesh

આંકલાવના ભેંટાસીમાંથી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ : કેમિકલ સહિતનો જથ્થો મળતાં મામલો ગંભીર બન્યો

Charotar Sandesh