Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

આતુરતાનો અંત! વડાપ્રધાન મોદી સામે છેવટે કોંગ્રેસે આ ઉમેદવારને આપી ટિકિટ

લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાનો આખરે અંત આવ્યો છે. કોંગ્રેસ ગુરૂવારે વારાણસી બેઠક પરથી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરીને ચાલી રહેલી અટકળો પર બ્રેક લગાવી દીધો છે. કોંગ્રેસે PM મોદી સામે આ વખતે પણ પાછલી વખતના ઉમેદવાર અજય રાયને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસમા એવી ચર્ચા ચાલી રહી હતી કે વડાપ્રધાન મોદી સામે પ્રિયંકા ગાંધી જેવા મજબૂત ચહેરાને ઉતારવામા આવે પરંતુ રાહુલ ગાંધીનો આ અંગે સ્પષ્ટ મત હતો કે વિપક્ષી પાર્ટીના મોટા નેતાઓને હરાવવાની કોશીશ થવી ન જોઇએ અને તેથી જ છેવટે કોંગ્રેસે આ બેઠક પરથી પાછલી વખતે ત્રીજા ક્રમે રહેલા અજય રાયને ફરીથી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.

2014 લોકસભા ચૂંટણીમાં PM મોદી સામે કોંગ્રેસના સ્થાનિક નેતા અજય રાય ઉપરાંત આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલનો પણ પડકાર હતો. વારાણસી બેઠક પરથી વડાપ્રધાન મોદી સાડા ત્રણ લાખથી વધારાની લીડ લઇને અરવિંદ કેજરીવાલ અને અજય રાયને હાર આપી હતી. PM મોદીને 5,81,022 મતો મળ્યા હતા જ્યારે AAPના અરવિંદ કેજરીવાલને 2,09,238 મતો મળ્યાં હતા. કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને માત્ર 75,614 મતો મળ્યા હતા. વારાણસી બેઠક પરથી આ વખતે SP-BSP એ શાલીની યાદવને ટિકિટ આપી છે જે આ પૂર્વે કોંગ્રેસ તરફથી મેયર પદની ચૂંટણી લડી ચૂક્યાં છે.

Related posts

ટિ્‌વટર પર મોદીના ૫ કરોડ ફોલોઅર્સ : ટૉપ-૨૦માં એક માત્ર ભારતીય…

Charotar Sandesh

કેસોની સંખ્યા ૯૮ લાખની નજીક, હાલ ૩,૭૨,૨૯૩ એક્ટિવ કેસો : ૨૪ કલાકમાં ૩૧,૫૨૧ નવા કેસ…

Charotar Sandesh

મોદી સરકાર કેન્દ્રના ૩૦ લાખ કર્મચારીઓને દિવાળી બોનસ આપશે…

Charotar Sandesh