Charotar Sandesh
ઈન્ડિયા

આદિત્ય ઠાકરે મુંબઈની વરલી બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે…

૫૨ વર્ષ પછી પહેલી વખત ઠાકરે પરિવારમાંથી કોઈ વ્યક્તિ ચૂંટણી લડશે…

શું આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યપ્રધાન બનશે..!?

મુંબઇ : મહારાષ્ટ્રમાં આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને શિવસેના વચ્ચે ભલે હજી સુધી કોઈ જાહેરાત ન થઈ હોય પરંતુ એક વાત તો નિશ્ચિત થઈ ગઈ છે કે શિવસેના પ્રમુખ આદિત્ય ઠાકરે આ વખતે ચૂંટણી જરૂરથી લડશે. તેઓ પહેલી વખત પોતાનું નસીબ અજમાવશે અને મુંબઈની વરલી બેઠક પરથી ચૂંટણી લડશે. સૂત્રો પાસેથી એવી પણ જાણકારી મળી રહી છે કે આદિત્ય ઠાકરે આગામી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ શકે છે.
શિવસેનાની રચના ૧૯૬૬માં થઈ હતી અને લગભગ ૫૨ વર્ષ પછી પહેલી વખત ઠાકરે પરિવારમાંથી કોઈ વ્યક્તિ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. થોડા દિવસ પહેલા જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આદિત્ય ઠાકરે મુખ્યમંત્રીની બાજુની ખુરશીમાં બેઠા હતા અને ત્યારથી જ તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી સમયમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
જો ફરી એક વખત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનું ગઠબંધન સાથે સત્તામાં પરત ફરશે તો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે નાયબ મુખ્યમંત્રી તરીકે જોવા મળી શકે છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભાની બેઠકો છે. જોકે, હજી સુધી ભાજપ અને શિવસેના ગઠબંધન વચ્ચેની બેઠકોની વહેચણીની જાહેરાત નથી કરવામાં આવી.

Related posts

રાહત : દેશમાં ૪૪ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા…

Charotar Sandesh

ટીએમસીમાં ગાબડું : મમતાને ફટકો, ખેલ મંત્રી લક્ષ્મી રતન શુક્લાનું રાજીનામું…

Charotar Sandesh

ભાજપને સત્તાથી હટાવીશું નહીં ત્યાં સુધી ખેલા હોબે : મમતા બેનર્જી

Charotar Sandesh