Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

આધારકાર્ડમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ…

જો તમે આ નિયમનો દુરુપયોગ કરશો અને ખોટો આધાર નંબર આપશો તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ આપવો પડશે…

અમદાવાદ : ગુજરાતમાં અનેક સરકારી કામોમાં આધાર નંબરની જરૂર હોય છે તે વાત તમે જાણતા જ હશે. તાજેતરમાં જ કરદાતાઓની સમસ્યા દૂર કરવા માટે આવકવેરા વિભાગે પરમનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન નંબરના બદલે આધાર નંબરનો ઉપયોગ કરવાની પરવાનગી આપી પરંતુ જો તમે આ નિયમનો દુરુપયોગ કરશો અને ખોટો આધાર નંબર આપશો તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ આપવો પડશે.

હકીકતમાં ઇનકમ ટેક્સ એક્ટ 1961માં કરવામાં આવેલા સુધારા અનુસાર પાન નંબરના બદલે આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે. નવા સુધારામાં ખોટા આધાર નંબર આપવા પર દંડની જોગવાઇ પણ છે. આ નિયમ તેના પર જ લાગુ થશે જ્યાં પાન નંબરના બદલે આધાર નંબરનો ઉપયોગ થઇ જશે છે.

જેમ કે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં, બેન્ક એકાઉન્ટ ખોલવામાં અથવા તો 50 હજાર રૂપિયાથી વધુના બોન્ડ કે મ્યુચ્યુઅલ ફંડ્, બોન્ડ વગેરે ખરીદવા પર પાનના બદલે ખોટો આધાર નંબર આપવા પર, કોઇ પણ પ્રકારના ટ્રાન્જેક્શન પર પાન અને આધાર બંને ન આપવા પર, આધાર નંબર સાથે બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન ન આપવા પર અથવા તો આઇડેન્ટિફિકેશન ફેલ થાય તો તમારે દંડ ભરવો પડશે.

Related posts

ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે ઉજજૈનમાંથી ઝડપાયો…

Charotar Sandesh

તહેવારોને ધ્યાને લઈ બેંકો દ્વારા લોનના વ્યાજ દરો ઓછા કરવાની જાહેરાત

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરના બિજબેહરામાં એન્કાઉન્ટર : લશ્કરના બે આતંકી ઠાર…

Charotar Sandesh