Charotar Sandesh
ચરોતર

આરટીઈ હેઠળ પ્રવેશ મુદ્દે કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

ડીઇઓ કચેરીના પ્રાંગણમાં ધરણાં કર્યાં, તાળીબંધીની ચીમકી આપી…

વડોદરા,
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ(આર.ટી.ઇ.) હેઠળ ધોરણ-૧માં વિદ્યાર્થીઓને તેઓના વિસ્તારોની સ્કૂલોમાં પ્રવેશ આપવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, માલેતુજારના બાળકોને નાણાં લઇને આર.ટી.ઇ. કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, આર.ટી.ઇ. કાયદા હેઠળ વડોદરાના ૧૦ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઇએ. પરંતુ ૪ હજાર જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત છે. અગાઉ કોંગ્રેસ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે સમયે ડી.ઇ.ઓ. કચેરી દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તેવી ખાત્રી આપી હતી. પરંતુ સ્કૂલો ૧૫ દિવસથી શરૂ થઇ ગઇ છે. તેમ છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. વાલીઓ ડી.ઇ.ઓ. કચેરીમાં પોતાના બાળકને સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટે ધક્કા ખાઇ રહ્યા છે. શહેર કોંગ્રેસ દ્વારા ડી.ઇ.ઓ.ને પ્રવેશથી વંચિત રહી ગયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને કચેરીના પ્રાંગણમાં ધરણાં કરવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યક્રમને પગલે ડી.ઇ.ઓ.એ સાંજ સુધીનો સમય માંગ્યો છે. સાંજ સુધીમાં સ્કૂલમાં પ્રેવેશથી વંચિત રહી ગયેલા બાળકોનો પ્રવેશનો પ્રશ્ન હલ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ડી.ઇ.ઓ. કચેરી કોઇ કામની નથી., તેમ સમજીને તાળા મારી દેશે. જ્યાં સુધી તમામ બાળકોને સ્કૂલોમાં પ્રવેશ નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા લડત ચાલુ રાખવામાં આવશે.

તેમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું. ડી.ઇ.ઓ. કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલા ધરણાં કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) સહિત કોંગ્રેસ કાર્યકરો અને પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

નશાબંધી પ્રચાર સપ્તાહ અંતર્ગત સુણાવ ખાતે વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Charotar Sandesh

વિદ્યાનગરમાં આંતરરાષ્ટ્રિય યોગ દિવસે સાંસદ મિતેશભાઇ પટેલ ઉપસ્થિત રહી યોગા કાર્યક્રમમાં જોડાયા…

Charotar Sandesh

આણંદ : મંદિરે દર્શન કરવા આવતી મહિલાઓને હીપ્નોટાઈઝ કરી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો…

Charotar Sandesh