Charotar Sandesh
ઈન્ડિયા

ઇડીએ સુશેન મોહન ગુપ્તાની અરજીનો વિરોધ કરી જણાવ્યું નિરવ-માલ્યા સહિત બીજા ૩૬ વેપારીઓ દેશ છોડી ભાગી ગયા (જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૬

ઓગ્સટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કેસમાં ગીરફતાર કહેવાતા રક્ષા એજન્ટ સુશેન મોહન ગુપ્તા દ્વારા કરવામાં આવેલ જામીન અરજીનો વિરોધ કરતા ઇડીએ કÌšં કે તે પણ બીજા ૩૬ વેપારીઓની જેમ દેશ છોડી ભાગી જાય તેવી શકયતા છે. ઇડીએ વિશેષ ન્યાયાધિશ અરવિંદ કુમારને જણાવ્યું કે વિજય માલ્યા અને નિરવ મોદી સહિત કુલ ૩૬ વેપારીઓ હાલમાં દેશમાંથી ફરાર થઇ ચૂકયા છે.
એજન્સીએ કÌšં, ”માલ્યા, લલિત મોદી, મેહુલ ચોકસી, નિરવ મોદી અને સાંડેસરા બંધુઓના મૂળીયા સમાજમાં બહુઉંડા હતાં તેમ છતાં પણ તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા. દેશ છોડીને ભાગી જનારા આવા ૩૬ વેપારીઓ છે. દલીલો દરમ્યાન ઇડીના વકીલ સંવેદના વર્માએ કોર્ટને જણાવ્યું કે કેસની તપાસ ખાસ તબક્કામાં છે અને એજન્સીએ જાણવાની કોશિષ કરી રહી છે કે ”આરજી” કોણ છે જેનું નામ સુશેનની ડાયરીમાં લખેલું છે.
વર્માએ ગુપ્તા પર આ કેસના સાક્ષીઓને પ્રભાવિત કરવાનો આરોપી મુકીને કોર્ટને જણાવ્યું કે તેણે કેસના સબૂતોનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. કોર્ટે ગુપ્તાની જામીન અરજી પર ચૂકાદો ૨૦ એપ્રિલ સુધી મુલતવી રાખ્યો હતો.

Related posts

પોતાની પત્નીને છોડી હોય તે અન્યની બહેન-પત્નીનો આદર કેવી રીતે શકે ઃ માયાવતી

Charotar Sandesh

અર્થવ્યવસ્થાને વેગ આપવા મનમોહન સિંહે મોદી સરકારને આપ્યા ૩ સૂચનો…

Charotar Sandesh

ડૉ.રણદીપ ગુલેરિયાએ શાળાઓ શરૂ કરવા અંગે મહત્ત્વની વાત કરી

Charotar Sandesh