ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને મોહમ્મદ શમીએ ભારતને ધમકી આપવાના નિવેદનને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ટીકા કરી છે. ઇમરાને હાલમાં યૂએનજીસીમાં ભાષણ આપતા નફરતની ભાષા બોલી હતી.
શમીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ પર ટ્વીટ કર્યું, ’મહાત્મા ગાંધીએ પોતાની જિંદગીમાં પ્રેમ, ભાઈચારો અને શાંતિનો સંદેશ આપ્યો. ઇમરાન ખાને યૂએનના મંચથી ધમકી આપી અને નફરતની વાત કરી. પાકિસ્તાનને એવો નેતા જોઈએ જે વિકાસ, નોકરી અને આર્થિક વિકાસની વાત કરી ન કે યુદ્ધ અને આતંકવાદને આશરો આપવાની.’
તો હરભજને કહ્યું, ’યૂએનજીએના ભાષણમાં ભારત વિરુદ્ધ ન્યૂક્લિયર લડાઈના સંકેત આપવામાં આવ્યા. એક મુખ્ય વક્તા હોવાને નામે ઇમરાન ખાન દ્વારા ’ખૂની સંઘર્ષ’, ’અંત માટે લડાઈ’ જેવા શબ્દોનો પ્રયોગ બે દેશો વચ્ચે માત્ર નફરતમાં વધારો કરશે. એક ખેલાડી હોવાના નાતે મને તેની પાસે શાંતિને પ્રોત્સાહન આપવાની આશા હતી.