Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

ઉપરાષ્ટ્રપતિશ્રીએ ચારૂત્તર વિદ્યામંડળ યુનિવર્સિટીના સ્થાપના પટલનું કર્યુ ડિઝીટલ વિમોચન…

શિલ્પકારો અને અન્ય હુન્નરમંદોના કૌશલ્યોના વિકાસ માટે કામ કરે એવો કર્યો અનુરોધ…

સ્ટડી ઇન ગુજરાતના આયોજનને પગલે આગામી વર્ષમાં વિદેશના ૧૦ હજાર જેટલા વિધાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ લેવા આવશે : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને આપણા પૂર્વ સુરીઓની ઉત્તમ વિચારધારાનો સમાવેશ થવો જોઇએ : ઉપરાષ્‍ટ્રપતિશ્રી

આણંદ : અંગ્રેજી શીખો , હિન્દી શીખો કે અન્ય કોઇપણ ભાષા શીખો  પરંતુ સૌથી પહેલા માતૃભાષા શીખો એવી લાગણી વ્યક્ત કરતા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકૈયા નાયડુ જીએ જણાવ્યુ કે ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામા જ અપાય એ ઇચ્છનીય છે. અને શિક્ષણમાં આપણી ભારતીય સંસ્કૃતિ તેની પરંપરાઓ આપણા મહાપુરૂષો અને પૂર્વ સુરીઓની ઉત્તમ વિચારધારાનો સમાવેશ અવશ્ય થવો જોઇએ. તેમણે સરદાર વલ્લભભાઇ પટેલને રાષ્ટ્રની એકતાના યુગપુરુષ તરીકે મૂલવીને આદરાંજલી આપી હતી અને ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચારોને અનુરૂપ શિક્ષણ આપવા અને તેના મૂલ્યોનું સંવર્ધન કરવા માટે અનુરોધ કર્યો હતો.
તેમણે સાંપ્રત પ્રવાહોને ઉદબોધનમાં વર્ણી લેતા જણાવ્યુ કે મંદી કામચલાઇ ઘટના છે અને દેશ ખૂબ ઝડપથી તેમાંથી બહાર આવશે નરેન્દ્રભાઇ મોદીના એબલ અને સ્ટેબલ નેતૃત્વ હેઠળ ભારત  વિશ્વના ત્રીજા ક્રમની આર્થિક મહાસત્તા બનીને ઉભરશે. તેમણે જણાવ્યુ કે પ્રધાનમંત્રીશ્રીએ આપેલા રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મના આપેલા મંત્રને અપનાવીને સહુ રાષ્ટ્ર વિકાસમાં જોડાય અને યોગદાન આપે. તેમણે ઉમેર્યુ કે બધુ સરકાર જ કરશે તે વિચારધારાથી બહાર આવીને પોતાની નૈતિક ફરજ સમજીને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા ભારપૂર્વક જણાવ્યુ હતુ.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ વલ્લભવિધાનગર ખાતે ચારૂત્તર વિધામંડળના અમૃત મહોત્સવ પ્રસંગે ચારૂત્તર વિધામંડળ વિશ્વ વિધાલય ના સ્થાપના પટલનું, મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડિઝીટલ વિમોચન કર્યુ હતુ.

વિધાર્થીઓ પોતાની શિક્ષણ સંસ્થા માટે ગૌરવ અનુભવે કોઇ પણ શિક્ષણ સંસ્થા સામાન્ય નથી હોતી તે તમને અસામાન્ય ઉંચાઇએ પહોંચાડી શકે છે : શ્રી અનિલ મણીભાઇ નાયક (એલ એન્ડ ટી ગ્રુપ ચેરમેન)

તેમણે  સીવીએમ યુનિવર્સિટીને બદલે ચારૂત્તર વિધામંડળ વિશ્વ વિધાલય તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા ભારપુર્વક અનુરોધ કર્યો હતો અને વિશ્વ વિધાલયને ગ્રામ સમાજના સશક્તિકરણ માટે ઉપયોગી શિક્ષણ આપે ગામડામાંથી શહેરો તરફની હિજરત અટકે એવું શિક્ષણ આપે અને પોતાના અભ્યાસક્રમોમાં શિલ્પકારો અને અન્ય ગ્રામીણ કલાકારીગરોની કલા કારીગરી વધુ વિકસીત બને એવી બાબતોનો સમાવેશ કરે અને એમના ઉત્પાદનોનાં વેંચાણ માટે બજારો મળે તેમને મદદરૂપ બને તેવો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે એલ એન્ડ ટી ના ગ્રુપ ચેરમેન શ્રી અનિલ મણીભાઇ નાયકનું સંસ્થાના ભુતપુર્વ તેજસ્વી વિધાર્થી તરીકે  સન્માન કરવામાં આવ્યુ હતુ. ઉપરાષ્ટ્રપતિ શ્રીએ તેમને પ્રસશ્તિપત્ર પ્રદાન કરવાની સાથે શાલ ઓઢાળી હતી.

શ્રી અનિલ નાયકે વિનમ્રતા પુર્વક પોતાના સન્માનનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે પહેલા નંબરે રહેવાની જીજીવીશા રાખવાને બદલે સર્વાંગી શિક્ષણ ગ્રહણ કરવાની નેમ રાખવી જોઇએ.તેમણે હંમેશા રાષ્ટ્રનિર્માણ કરવા માટે તેમજ સમાજ અને દેશ માટે સમય ફાળવવાની ભલામણ કરી હતી. તેમને આત્મવિશ્વાસ રાખીને દેશોપયોગી બનાવાની ભલામણ કરતા વેદક સવાલ કર્યો હતો કે આજે શિક્ષણ મેળવીને ૯૦ ટકા વિધાર્થીઓ વિદેશ જાય છે તેવા સમયે દેશનું ઘડતર કોણ કરશે ?

આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુ઼ડાસમા, ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક શ્રી પંકજ દેસાઇ, આણંદ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ચારૂત્તર વિધામંડળના પ્રમુખ શ્રી પ્રયાસ્વિન પટેલ તેમજ જિલ્લાના અગ્રણીઓ, વિધા સંસ્થાના પદાધિકારીઓ-અધ્યાપકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

એલઆરડી ભરતીને લઈ છોટાઉદેપુર બંધ, આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા…

Charotar Sandesh

કોરોનાની દવા ફાવિપિરાવિરનું અમદાવાદમાં સફળ પરીક્ષણ : ૫-૬ દિવસમાં સાજા થયા દર્દીઓ…

Charotar Sandesh

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો : આ ૧૬ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Charotar Sandesh