Charotar Sandesh
બોલિવૂડ

‘એક ચુમ્મા તો બનતા હૈ’ : હાઉસફૂલ-૪નું પ્રથમ ગીત રિલીઝ…

બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ હાઉસફૂલ ૪નું પહેલું સોન્ગ ‘એક ચુમ્મા તો બનતા હૈ’ સોમવારના રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ ટીઝરમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા હેગડે સાથે જોવા મળી રહ્યાં છે. સોન્ગમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને બોબી દેઓલની કોમેડી જોવાનું તો બને છે. આ ફિલ્મ ૨૫ ઓક્ટબરના રોજ થિયેટરોમાં રિલીઝ થઇ રહ્યું છે.
’હાઉસફુલ ૪’ સાજીદ નડિયાદવાલાના નડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને નિર્મિત છે અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા સહ-નિર્મિત છે. ત્યારે, તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલા આ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર ખુબજ પ્રશંસા મળી રહી છે. ફિલ્મ ’હાઉસફુલ ૪’ના ટ્રેલર ઘણું ધમાકેદાર છે. કોમેડીથી ભરપૂર આ ટ્રેલરને જોયા બાદ હસી હસીને લોટપોટ થઇ જશો. આ ટ્રેલરના રિલીઝ થયા બાદ અક્ષય કુમારે ફિલ્મને લઇને ચાલી રહેલી ઉત્સુક્તાને વધારી દીધી છે.

Related posts

યામી ગૌતમના લગ્ન પછી પહેલો ફોટો આવ્યો સામે, નવી નવેલી દુલ્હનના પરિધાનમાં જોવા મળી…

Charotar Sandesh

સત્યમેવ જ્યતે-૨ ઇદના દિવસે ૧૩મેએ રિલિઝ થશે…

Charotar Sandesh

હોટ એક્ટ્રેસ સોફિયા વેરગારા ૪૩ મિલિયન ડૉલરની કમાણી સાતે ફોર્બ્સ યાદીમાં ટૉપ પર…

Charotar Sandesh