Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

એક વર્ષમાં મુકેશ અંબાણીની નેટવર્થમાં ૧.૧૭ લાખ કરોડના વધારો…

એશિયાના અમીરોમાં અંબાણીની નેટવર્થ સૌથી વધારે વધી…

મુંબઇ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી(૬૨)ની નેટવર્થમાં ૧ જાન્યુઆરીથી ૨૩ ડિસેમ્બર સુધી ૧૬.૫ અરબ ડોલર(૧.૧૭ લાખ કરોડ રૂપિયા)નો વધારો થયો છે. એશિયાના અમીરોમાં અંબાણીની નેટવર્થ સૌથી વધારે વધી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આ વર્ષે ૪૦ ટકા વૃદ્ધિ સાથે તેમને ફાયદો થયો. અંબાણી પાસે રિલાયન્સના ૪૭ ટકાથી વધુ શેર છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ પ્રમાણે અંબાણીની વર્તમાન નેટવર્થ ૬૦.૮ અરબ ડોલર(૪.૩૧ લાખ કરોડ રૂપિયા) છે. ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર જૈક માની નેટવર્થ આ વર્ષે ૧૧.૩ અરબ ડોલર(૮૦૨૩૦ કરોડ રૂપિયા) વધી, વર્તમાન નેટવર્થ ૪૭ અરબ ડોલર(૩.૩૩ લાખ કરોડ રૂપિયા) છે. મુકેશ અંબાણી ગત વર્ષે જૈક માને પાછળ છોડીને એશિયાના સૌથી અમીર બન્યા હતા.

રિલાયન્સે છેલ્લા અમુક વર્ષોમાં રિફાઇનીંગ અને પેટ્રોકેમિકલના કોર બિઝનેસથી આગળ વધીને રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં ઘણો વિસ્તાર કર્યો છે. ટેલિકોમ બિઝનેસમાં અંબાણી ૫૦ અરબ ડોલરનું રોકાણ કરી ચૂક્યા છે. જિયો ૩ વર્ષમાં જ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઇ છે. રિલાયન્સની ઇ-કોમર્સમાં ઉતરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

મુકેશ અંબાણીએ ઓગસ્ટમાં કહ્યું હતું કે ૨૦૨૧ સુધી રિલાયન્સ ને દેણાથી મુક્ત બનાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત રિફાઇનિંગ-પેટ્રોકેમિકલ્સ બિઝનેસની ૨૦ ટકા ભાગીદારી ૧ લાખ કરોડ રૂપિયામાં સાઉદી અરામકોને વેચવાની ડીલ કરી છે. ટેલિકોમ અને રિટેલ સેક્ટરની કંપનીઓને આગામી ૫ વર્ષમાં શેર બજારમાં લિસ્ટ કરાવવાની યોજના છે.

રિલાયન્સ જિયોની શરૂઆત ૫ સપ્ટેમ્બર ૨૦૧૬ના થઇ હતી. ૭ સપ્ટેમ્બર ૨૦૧૬ના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શેર પ્રાઇઝ ૫૦૮.૭૩ રૂપિયા હતી. અત્યારે ૧૫૫૦ રૂપિયા ઉપર છે. રિલાયન્સના શેરમાં આ વર્ષે ૪૦ ટકા રિટર્ન મળ્યું છે. એક જાન્યુઆરીએ કિંમત ૧૧૨૧.૩૫ રૂપિયા હતી.

Related posts

જીએસટી વળતર મુદ્દે સાત રાજ્યો મોદી સરકારને કોર્ટમાં ઢસેડે તેવી સંભાવના…

Charotar Sandesh

ભાજપ મુખ્યમંત્રી પદ માટે લેખિતમાં આશ્વાસન આપે : શિવસેના

Charotar Sandesh

દેશમાં કોરોનાને જોતા દેશમાં લોકડાઉન લાગુ થશે? ગૃહમંત્રી અમિત શાહે આપ્યો આવો જવાબ…

Charotar Sandesh