Charotar Sandesh
વર્લ્ડ

એચ-૧બી વિઝા ફ્રોડ બદલ ચાર ભારતીય-અમેરિકનની ધરપકડ

વૉશિંગ્ટન,
અમેરિકામાં એચ-૧બી વિઝા ફ્રોડ બદલ બે આઈટી સ્ટાફિંગ કંપનીના ચાર ભારતીય-અમેરિકનની ધરપકડ કરવામાં આવી છે. વિરોધીઓ સામે ખોટી રીતે પોતાને શ્રેષ્ઠ પુરવાર કરવાની હોડમાં આ બે આટી ભરતી કંપનીઓએ એચ-૧બી વિઝા પ્રોગ્રામમાં ચેડાં કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે તેમ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.

યુએસની કંપનીઓમાં કૌશ્લ્ય ધરાવતા વિદેશી નાગરિકોને રોજગારી માટે એચ-૧બી વિઝા હેઠળ મંજૂરી આપવામાં આવે છે. આ વિઝાનો સૌથી વધુ લાભ ભારતીય આઈટી કંપનીઓના અધિકારીઓને મળી રહ્યો છે. કુલ માન્યતા પ્રાપ્ત વિઝાના ૭૫ ટકા ભારતીય આઈટી કંપનીઓને આપવામાં આવે છે.

ન્યૂજર્સીના વિજય માને (ઉ.૩૯), વેંકટરમન મન્નમ (ઉં.૪૭) અને ફર્નાન્ડો સિલ્વા (ઉં.૫૩) જ્યારે કેલિફોર્નિયાના સતિશ વેમુરી (ઉં.૫૨) વિરુદ્ધ વિઝા ફ્રોડ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મન્નમ અને સિલ્વા ૨૫ જૂનના રોજ જજ લેડા ડન સમક્ષ હાજ રહ્યા હતા. આ ઉપરાંત માને પણ ૨૭ જૂનના જજ વેટ્રે સમક્ષ ઉપસ્થિત થયો હતો.

આ તમામ દોષિતોના ૨.૫ લાખ યુએસ ડોલરના બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. વિઝા ફ્રોડ બદલ તમામ દોષિતોને મહત્તમ પાંચ વર્ષની જેલ અને ૨.૫ લાખ ડોલરનો દંડ થવાની સંભાવના છે. ઉપરોક્ત ચારેય દોષિતો બે આઈટી ભરતી કંપની પ્રોક્યોર પ્રોફેશનલ્સ ઈન્ક અને ક્રિપ્ટો આઈટી સોલ્યુશન્સ ઈન્કનું સંચાલન કરે છે જે ન્યુજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં આવેલી છે.

  • Nilesh Patel

Related posts

ફ્રાંસ, અમેરિકામાં ઝડપથી વધતા એક્ટિવ કેસથી લોકોમાં ફફડાટ…

Charotar Sandesh

યુક્રેનમાં અભ્યાસ કરતા ૨૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, વાલીઓ ચિંતામાં

Charotar Sandesh

ઓમિક્રોન : અનેક દેશો દ્વારા ફ્લાઈટ બંધ છતાં દુનિયામાં ઓમિક્રોનના કેસ વધ્યા

Charotar Sandesh