Charotar Sandesh
બોલિવૂડ

એસ એસ રાજમૌલિની ‘RRR’ ફિલ્મમાં ત્રણ નવા હોલિવૂડ એક્ટર્સની એન્ટ્રી…

મુંબઈ : ‘બાહુબલી’ ફેમ ડિરેક્ટર એસ એસ રાજમૌલિની અપકમિંગ ફિલ્મ ‘આરઆરઆર’ની સ્ટારકાસ્ટમાં નવા ત્રણ સ્ટાર્સની એન્ટ્રી થઇ રહી છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર ઓપોઝિટ હવે ઓલિવિયા મોરિસને જેનિફર તરીકે કાસ્ટ કરવામાં આવી છે. આગાઉ આ રોલ માટે ડેઈઝી એડગરને કાસ્ટ કરવામાં આવી હતી. આ સિવાય ફિલ્મમાં વિલનના રોલ માટે આઈરીશ એક્ટ્રેસ એલિસન ડોડીને પણ સામેલ કરવામાં આવી છે. ફિલ્મમાં તે વિલન લેડી સ્કોટના રોલમાં છે. બીજા વિલન સ્કોટના રોલ માટે રે સ્ટિવન્સનને કાસ્ટ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ લીડ રોલમાં છે. આ ફિલ્મથી આલિયા ભટ્ટ તેનું તેલુગુ ડેબ્યુ કરી રહી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણપણ સામેલ છે.

આ પિરિયડ ડ્રામા ફિલ્મ બે ફ્રીડમ ફાઈટરની સ્ટોરી છે જે ૧૯૨૦ના બેકડ્રોપમાં સેટ થયેલી છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર કોમારમ ભીમ અને રામ ચરણ અલ્લુરી સીતારામ રાજુની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં આલિયા સીતાનો રોલ કરી રહી છે અને તે રામચરણની ઓપોઝિટ કાસ્ટ થયેલ છે. આ ૩૦૦ કરોડની બિગ બજેટ ફિલ્મમાં જુનિયર એનટીઆરના એન્ટ્રી સીન અને ઇન્ટ્રોડક્શન માટે જ માત્ર બજેટ ૨૨ કરોડ રૂપિયાનું છે. અજય દેવગણનો આ ફિલ્મમાં કેમિયો છે જેની એન્ટ્રી ફ્લેશબેકમાં થશે. તે રામચરણના પિતાના રોલમાં દેખાશે.

Related posts

રીતિક-કંગના ઈમેલ કેસઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચ રીતિક રોશનને સમન્સ પાઠવશે…

Charotar Sandesh

ડ્રગ કનેક્શન : અર્જુન રામપાલની બહેન ભરાઈ, એનસીબી કરશે પૂછપરછ…

Charotar Sandesh

’કબીર સિંહ’ બોક્સ ઓફિસ પર છવાઇ, કરી રૂ. ૭૦.૮૩ કરોડની કમાણી

Charotar Sandesh