Charotar Sandesh
વર્લ્ડ

ઑસ્ટ્રેલિયાના જંગલોમાં સર્જાયેલ મહાભયાનક દાવાનળમાં 50 કરોડ પક્ષીઓ-જાનવરોનાં મોતનો આંકડો…

ઑસ્ટ્રેલિયાના જંગલોમાં સર્જાયેલ મહાભયાનક દાવાનળમાં 50 કરોડ પક્ષીઓ – જાનવરોનાં મોતનો આંકડો સામે આવતા દુનિયાભરમાં ફેલાઈ અરેરાટી : અત્યાર સુધી 18 લોકોનાં થયા છે મોત : ચાર મહિનાથી લાગેલી આગ હજુ કાબુમાં નથી આવી : આગમાં ફસાયેલા જાનવરોને બચાવવા માટે અનેક સંસ્થાઓ લાગી કામે…

કૈનબરા : ઑસ્ટ્રેલિયા ના ન્યૂ સાઉથ વેલ્સ ના જંગલોમાં લાગેલી આગ હવે ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લાગેલી આ આગથી અનેક લોકો માર્યા ગયા છે, ઉપરાંત 50 કરોડ જાનવરો અને પક્ષીઓના પણ મોત થયા છે. આ દરમિયાન એક હૃદય કંપાવનારી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક કંગારુનું બચ્ચું બળી ગયેલી હાલતમાં તારથી વળગેલું છે. મૂળે આગથી બચીને ભાગતાં એક કંગારુનું બાળક તારની ઝપટમાં આવી ગયું. જેના કારણે તે ભાગી ન શક્યું અને સમગ્રપણે બળીને ખાક થઈ ગયું. તેની દર્દનાક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર ઘણી વિચલિત કરનારી છે. કંગારૂના બાળકના આવા દર્દનાક મોત જોઈને લોકોની આંખો ભરાઈ આવી.

નોંધનીય છે કે, જંગલમાં લાગેલી આગના કારણે અત્યાર સુધી 18 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ચાર મહિનાનો સમય પસાર થયા બાદ પણ ઑસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ ખતમ નથી થઈ રહી. યુનિવર્સિટી ઑફ સિડનીના ઇકોલૉજિસ્ટે અનુમાન વ્યક્ત કર્યું છે કે અત્યાર સુધી 50 કરોડ જાનવરોના મોત આગમાં દાઝી જતાં થઈ છે. તેમાં કંગારુ, સ્તનધારી પશુ, પક્ષી અને સરકતા જીવ તમામ સામેલ છે. આગમાં ફસાયેલા બીજા જાનવરોને બચાવવા માટે અનેક સંસ્થાઓ લાગી ગઈ છે. જોકે, હજુ સુધી એ જાણી નથી શકાયું કે ત્યાં કેટલા જાનવરો હયાત છે. નોંધનીય છે કે, ઑસ્ટ્રેલિયાનું આ જંગલ લગભગ 15 મિલિયન એકર ક્ષેત્રફળ સુધી બળીને ખાક થઈ ચૂક્યું છે.

Related posts

અમેરિકાના આ ઘણાં રાજ્યોમાં હિન્દુ હેરિટેજ માસની ઉજવણી થશે

Charotar Sandesh

પીએનબી કૌભાંડ : આરોપી નીરવ મોદીના ચોથી વખત જામીન રદ…

Charotar Sandesh

અમેરિકાએ એટલાન્ટિક મહાસાગરમાં સબમરીન મિસાઇલ ટ્રાઇડન્ટ-૨નું સફળ પરિક્ષણ કર્યું…

Charotar Sandesh