Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ઓડ પાલિકા પ્રમુખપદની ચૂંટણી બાદ ખેલાયું દંગલ : પોલીસે રાયોટિંગનો ગુન્હો નોંધ્યો…

  • એકજ કોમના બે જૂથો ગુપ્તી તેમજ ડંડા સાથે  સામ સામે હુમલાવર બન્યા

  • પોલીસે રાયોટિંગનો ગુન્હો નોંધ્યો કુલ્લે 20 વ્યક્તિઓ સામે FIR નોંધી

ઓડ નગરપાલિકાના પ્રમુખ પદની તાજેતરમાં સંપન્ન થયેલ ચૂંટણી બાદ જાહેર થયેલા પરિણામની અદાવતમાં ગઈકાલે રાત્રે નવેક વાગ્યાના અરસામાં ઓડ નગરના એકજ કોમના બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો,જેના કારણે બાવાજીની ખડકી પાસે લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ઓડ નગરપાલિકામાં પ્રમુખપદની ચૂંટણી બાદ કોંગ્રેસ તરફીઓના હાથમાંથી સત્તા સરકી ગઈ હતી અને ભાજપના ગોપાલસિંહ રાઉલજીએ નગરપાલિકાની સત્તા પુનઃ મેળવતા ઓડ નગરનું એક જૂથ ગદ્દારી કર્યાની રિષ રાખી સામા જૂથ તરફ આક્ષેપબાજી કરતુ હતું.તેમાંથી તણખો ઝરતા ગઈકાલે બાવાજીની ખડકી પાસે બન્ને જૂથના યુવાનો વચ્ચે મારક હથિયારો સાથે છુટ્ટા હાથની મારામારી થઇ હતી.ઘટનાની જાણ થતા ખંભોળજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી,અને પરિસ્થિતિ કાબુમાં કરવા હળવો લાઠી ચાર્જ કર્યાની જાણકારી પ્રાપ્ત થઇ છે.
ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા ઝૂંટવી લીધી હતી અને કોંગ્રેસ તરફીઓએ પ્રશાંત પટેલને પ્રમુખ તરીકે બેસાડ્યા હતા.પરંતુ દોઢ વર્ષના સમય દરમ્યાન કોંગ્રેસ તરફીઓમાં આંતરિક વિખવાદ ચરમસીમા ઉપર આવતા પ્રશાંત પટેલે રાજીનામુ આપી છ જેટલા સભ્યો સાથે ભાજપ તરફી ક્રોસ વોટિંગ કર્યું હતું. જેના કારણે ભાજપના ગોપાલસિંહ રાઉલજી વિજેતા બન્યા હતા,અને ઓડ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી લીધી હતી,ગત સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ તરફીઓને 16 સીટ મળી હતી જ્યારે ભાજપને માત્ર છ સીટ મળી હતી,આમ ડબલ સંખ્યામાં જીત મેળવી હોવા છતાં કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વખત આવતા પટેલ કોમના એક જૂથને અન્ય જૂથે ગદ્દારી કર્યાનો રોષ હતો જે ગતરોજ ભડકી ઉઠ્યો હતો અને બાવાજીની ખડકી પાસે ગુપ્તી,ધારિયા,લાકડાના ડંડા ,ક્રિકેટબેટ જેવા મારક હથિયારો દ્વારા એકબીજા ઉપર હુમલો થયો હતો,જેમાં રતનજીની ખડકીમાં રહેતા જતીનભાઈ ઘનશ્યામભાઇ પટેલને પેટમાં ગુપ્તી જેવું હથિયાર માર્યાની તેમજ ભાવેશ પટેલને માથાના ભાગે ધારિયું તેમજ શૈલેષ પટેલને પીઠના ભાગે લાકડીઓ માર્યાની ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ લખાવાઈ છે,પેટમાં ગુપ્તી વાગતા ઘાયલ જતીનને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે, તો સામા પક્ષે આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ અને ઓડ ડાકોરવાડ રહેતા વિશાંત રમણભાઈ પટેલે ઓડ નગરપાલિકાની ચૂંટણીની અદાવત રાખી જાતિવાચક અપશબ્દો બોલી ગેરકાયદેસર મંડળી રચી ગાળાગાળી કરી પોતાના માથા ઉપર લાકડાનો ડંડો મારી તેમજ દિવ્યેશ પટેલના પગના ભાગે બેટ મારી અને કપાળ ઉપર લાકડાના ડંડા થી ઇજા કર્યાની ખંભોળજ પોલીસ મથકે ફરીઆદ નોંધાવતા પી.એસ.આઈ પી.જે.પરમારે બન્ને પક્ષોની  ફરિયાદ લઇ રાયોટિંગનો ગુન્હો નોંધી  કુલ્લે 20 વ્યક્તિઓ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિશાંતકુમાર રમણભાઈ પટેલે કરેલ ફરિયાદ મુજબ તહોમતદારની યાદી…
[1] ભાવેશભાઈ મનુભાઈ પટેલ
[2] બાદલભાઈ ભાવેશભાઈ પટેલ
[3] શૈલેષભાઇ મનુભાઈ પટેલ
[4] વિશાલ ભાણો
[5] જતીન ઘનશ્યામભાઇ પટેલ
[6] સુહાગ રજનીભાઇ પટેલ
[7] વિવેક ઉર્ફે ભલીયો શિરીષભાઈ પટેલ
[8] શીતલભાઈ ઘનશ્યામભાઇ પટેલ
[9] કૌશલભાઈ શૈલેષભાઇ પટેલ  તમામ રહે ઓડ
જતીનભાઈ ઘનશયામભાઇ પટેલે કરેલ ફરિયાદ મુજબ તહોમતદારની યાદી…
[1] દિપેનભાઈ ગીરીશભાઈ પટેલ
[2] ધીરેનભાઈ ગીરીશભાઈ પટેલ
[3] વિપુલ પાયલ આઈસ્ક્રીમવાળા
[4] મનીષ પટેલ  પાયલ આઈસ્ક્રીમવાળા
[5] જય ઉર્ફે ભાવેશભાઈ પટેલ
[6] પ્રિયાંક મુકેશભાઈ પટેલ
[7] હીમેન કાઉન્સિલર
[8] રૂપલ ઉર્ફે ભોળો પટેલ
[9] જય મુકેશભાઈ પટેલ
[10] વિશાંત ઉર્ફે બુઘો રમણભાઈ પટેલ
[11] દિવ્યેશ રમણભાઈ પટેલ
  • ઓડમાં ગતરાત્રીના થયેલ મારક હથિયારો સાથેની મારામારી વખતે ના દ્રશ્યો CCTV માં કેદ થયેલા આ  વાયરલ થયેલી ક્લિપમાં કેસરી કલરની જર્સી પહેરેલ યુવક ઉપર કેટલાક સખ્શ ડંડા અને બેટ દ્વારા હુમલો કરતા જણાઈ રહયા છે…

  • Nimesh Pilun, Umreth

Related posts

પરમ પૂજ્ય મહંતસ્વામીના પ્રત્યક્ષ સાનિધ્યમાં આણંદ BAPS અક્ષરફાર્મ ખાતે અભૂતપૂર્વ અને વિરાટ યુવાદિન ઉજવાયો

Charotar Sandesh

ચાર્જ કરવા મૂકેલા મોબાઇલમાંથી કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું..!!

Charotar Sandesh

આણંદના તાલુકા સબ રજીસ્ટાર કચેરીના કર્મચારીઓએ હડતાળ પાડી : કામો અટવાયા હતા

Charotar Sandesh