કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. તેઓ કેટલાક બોલિવૂડ એક્ટર્સ પર જારદાર પ્રહાર કરતા પણ ઘણી વખત નજરે આવે છે. આ લિસ્ટમાં થોડા દિવસ પહેલા કંગના રનૌત એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર નિશાન સાધતા દેખાઈ હતી. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી બન્ને એક્ટર્સ અંગે ઘણા પ્રકારના પ્રશ્નો ઉભા કરે છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કંગનાએ રણબીરને લઈ ટીકા કરતા કÌšં હતું કે તેઓ પોલિટિકલ મુદ્દાઓ પર ખુલીને પોતાના વિચાર રજૂ નથી કરતો. ત્યારે હવે આ નિવેદન પર રણબીરે મૌન તોડ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રણબીર કપૂરે તાજેતરમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન પત્રકારોએ કંગના દ્વારા તેને લઈને આપવામાં આવેલ નિવેદન વિશે સવાલ કર્યો હતો. રણબીરે હંમેશાની જેમ કૂલ અંદાજમાં કÌšં કે,‘મને જે પણ સવાલ પૂછવામાં આવે છે તેનો હું જરૂરથી જવાબ આપું છું. પરંતુ મને આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવામાં કોઈ રસ નથી. લોકોને જે કહેવું છે તે કહી શકે છે. મને ખબર છે કે હું શું છું અને શું કરી રહ્યો છું.’
જાકે રણબીરના વર્કફ્રંટની વાત કરીએ તો તેઓ જલ્દી ફિલ્મ ‘બ્રહ્યાસ્ત્ર’માં જાવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં જાવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે.