Charotar Sandesh
બોલિવૂડ

કંગના રનૌત પર દુષ્કર્મ કેસમાં આદિત્ય પંચોલી વિરુદ્ધ કેસ દાખલ

મુંબઈ,
નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કંગના રનૌતની ફરિયાદ પરથી મુંબઇ પોલીસે સિનિયર અભિનેતા આદિત્ય પંચોલી પર દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો.

હજુ તો બે દિવસ પહેલાં આદિત્યે કંગના અને એની બહેન રંગોલી સામે બદનામીનો કેસ દાખલ કર્યો હતો. એના જવાબમાં કંગનો આ કેસ દાખલ કર્યો હતો. આદિત્ય સાથે એની અભિનેત્રી પત્ની ઝરીના વહાબે પણ કંગના અને રંગોલી ફરિયાદ નોંધાવી હતી. કંગનાએ એવો આક્ષેપ કર્યો હતો કે હું મુંબઇમાં નવી નવી આવી ત્યારની વાત છે. આદિત્યે મારા પર વારંવાર દુષ્કર્મ કર્યો હતો. આ આક્ષેપ દસ વર્ષ પહેલાંનો છે. હું એ સમયે પણ પોલીસમાં ફરિયાદ કરવા ગયેલી પરંતુ હું સાવ નવોદિત હોવાથી પોલીસે એ વાતને ગંભીરતાથી લીધી નહોતી અને આદિત્યને માત્ર વોર્નિંગ આપીને જતો કર્યો હતો.

મુંબઇ પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યા મુજબ આદિત્ય સામે ઇન્ડિયન પીનલ કૉડની ૩૨૩,૩૨૮, ૩૪૧,૩૪૨, ૩૭૬, ૫૦૬ અને ૧૯૮-(૨૦૧૯ યુ/એસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બે દિવસ પહેલાં આદિત્યે મિડિયાને કહ્યું હતું કે કંગનાના વકીલે મને ધમકી આપી હતી કે અમે તને દુષ્કર્મના કેસમાં ફસાવી દેશું. આદિત્યની એ વાત સાચી પડી છે.

Related posts

‘સ્ટ્રીટ ડાન્સર ૩-ડી’માં વરુણ ધવનનો લુક યુ ટ્યૂબ સ્ટાર દાનિશથી પ્રેરિત…

Charotar Sandesh

હિના ખાને બોયફ્રેન્ડ રોકી સાથે કરી સગાઈ? ડાયમંડ રીંગ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ…

Charotar Sandesh

અયોધ્યા મામલે સ્વરા-અનુપમે કર્યુ ટ્‌વીટ, શાંતિ બનાવી રાખવાની અપીલ કરી…

Charotar Sandesh