Charotar Sandesh
ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

કચ્છમાં કરા સાથે ૨ ઈંચ વરસાદ ખાબક્યો, સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર વરસાદી માહોલ…

જૂનાગઢમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી…

ભુજ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે જોવા મળી છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. કચ્છના કચ્છના મંજલ રેલડીયા વિસ્તારમાં કરા સાથેનો વરસાદ વરસી પડ્યો. બરફના કરા પડતા લોકો પણ ચોંક્યા હતા. ખાવડા વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ, ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં આશરે ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. અબડાસાના કનકપરથી સુખપર સુધી વરસાદ પડ્યો છે. વરસાદ બાદ સમગ્ર કચ્છ પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જેમા કુરન ખાવડા (પશ્ચિમ) વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ ચાલુ ક્યાંકને ક્યાંક કરાનો પણ વરસાદ વરસ્યો છે. ભુજ માધાપરમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું.

રાજકોટના જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખંભાળિયાનાં સલાયામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સલાયામાં બપોરે ૩થી ૩.૩૦. વાગ્યા દરમ્યાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. એક કલાક વરસેલા વરસાદથી તમામ જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું.

આ ઉપરાંત જામનગરના ગ્રામ્ય પંથકમાં મોટી ખાવડીમાં વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ ઉપરાંત ધોરાજી, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ વરસ્યો છે.

Related posts

રાજ્યમાં ટ્રાફિક પોલીસની ક્રેડિટ-ડેબિટ કાર્ડ, પેમેન્ટ એપથી દંડ વસૂલવાની તૈયારી…

Charotar Sandesh

ગુજરાતમાં મ્યૂકરમાઈકોસિસનો આતંક વધ્યો, ૧૦૦થી વધુ નવા દર્દી મળ્યા…

Charotar Sandesh

મીની લોકડાઉન લાવી આ ત્રીજી લહેરની ચેઈન તોડી શકાશે : કોંગ્રેસની રાજ્ય સરકારને સલાહ

Charotar Sandesh