Charotar Sandesh
ગુજરાત

કડકડતી ઠંડી માટે તૈયાર રહો : તાપમાનમાં ૪થી૫ ડિગ્રીનો ઘટાડો થશે..!

ગાંધીનગર : રાજ્ય પરથી સાયક્લોનિક સર્ક્યૂલેશન નબળુ પડ્યુ છે અને પવનની દિશા ઉતર-ઉતરપૂર્વ તરફની થઈ છે જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં સુકા અને ઠંડા પવનો ફૂંકાવવાના કારણે લઘુતમ તાપમાન ઘટતાની સાથે ઠંડીનુ પ્રમાણ વધશે અને લોકોને શિયાળાની ઠંડીનો અહેસાસ થશે.

ડિસેમ્બરમાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતા ૩ થી ૪ ડિગ્રી ઉંચુ છે.જેના કારણે ઠંડીનો અહેસાસ થતો નથી.પરંતુ આવતીકાલથી પવનની દિશા બદલાતાની સાથે ઠંડીનુ પ્રમાણ વધશે.હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર જયંત સરકારે જણાવ્યુ છે કે આવતીકાલથી લઘુતમ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે.અને ઠંડીનુ પ્રમાણ વધશે.

ગુજરાતમાં નવેમ્બરના અંતથી લઘુતમ તાપમાન ઘટવા લાગે છે.પરંતુ ચાલુ વર્ષે એક પછી એક સિસ્ટમ બનવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો નથી.અને ગઈકાલે પણ ઉતર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો.અને ખેડુતોને નુકસાન થયુ છે.પરંતુ સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ નબળી પડી ગઈ છે.

Related posts

‘ગુજરાત સરકારની નીતિ સરકારી રોજગાર, રહો બેરોજગાર’

Charotar Sandesh

વલસાડમાં ગૌરક્ષકોની ટીમ પર ટેમ્પો ચડાવી મોત નિપજાવનાર ૧૦ નરાધમો ઝડપાયા…

Charotar Sandesh

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખપદ માટે ત્રણ નેતાઓ હોડમાં…

Charotar Sandesh