મહીસાગર : કડાણા ડેમમાંથી આજે સવારથી 2.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ ઉપરવાસમાં આવેલ મહીં બજાજ સાગર ડેમમાં પાણીની આવક વધતા તેમજ કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદના પગલે 3 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 416 ફુટ સુધી પહોંચી છે. હાલ ડેમની ભયજનક સપાટી 419 ફૂટ અને ડેમ 93 ટકા જેટલો ભરાયો છે. હડોળ પુલ પર પાણી ફરી વળતા લુણાવાડા-અમદાવાદ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
- ગળતેશ્વર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો
કડાણા ડેમમાંથી પાણી છોડતા મહીસાગર બે કાંઠે વહી રહી છે. વડોદરા અને મહીસાગર જિલ્લાને જોડતા ગળતેશ્વર-વરસડા બ્રિજને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. હાલ આ બ્રિજની નીચેથી પાણી વહી રહ્યું છે. - મહીસાગર નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા
ઉપરવાસમાં આવેલા બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવાની માહિતી મળતા કડાણા જળાશય વિભાગને મળતા હાલ તંત્ર દ્વારા ડેમના 17 ગેટ 6 ફુટ જેટલા ખોલીને 2.5 લાખ ક્યૂસેક સુધી પાણી છોડવાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘોડિયાર પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અને મહીસાગર નદી કાંઠાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.