Charotar Sandesh
બોલિવૂડ

’કબીર સિંહ’ બાદ હવે શાહિદ કપૂર ફિલ્મ ’જર્સી’ની હિન્દી રીમેકમાં ચમકશે…

મુંબઈ : ફિલ્મ ‘કબીર સિંહ’ને પસંદ કરનાર લોકો માટે અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ ‘કબીર સિંહ’થી બોક્સ ઓફિસ પર પોતાનો સિક્કો જમાવનાર શાહિદ કપૂર હવે વધુ એક તેલુગૂ સુપરહિટ ફિલ્મ હિન્દી રીમેકમાં જોવા મળશે.
‘કબીર સિંહ’ની સફળતાની મજા ઉઠાવી રહેલા બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર હવે તેલુગૂ ફિલ્મ ‘જર્સી’ની હિન્દી રીમેકમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થશે. તેનું હિન્દી વર્ઝનનું નિર્દેશન મૂળ ફિલ્મા નિર્દેશક ગૌથમ તિન્નાનોરી જ કરશે.
ફિલ્મમાં શાહિદને લેવા પર જાણો ગૌતમે શું કહ્યું, હું મારી ફિલ્મ જર્સીને હિન્દી રીમેક અને તેને રાષ્ટ્રીય સ્તર પર દર્શકોની સામે લાવવા માટે ઘણો ઉત્સુક છું અને હિન્દી દર્શકો માટે મૂળ ફિલ્મને વાસ્તવિક જાદુને પુનઃ જીવંત કરવા માટે શાહિદ કપૂરથી સારો કોઇ એક્ટર ન હોઇ શકે.
’જર્સી’ના તેલુગુ વર્ઝનમાં મુખ્ય પાત્રનું નામ અર્જુન છે. આ પાત્ર નાનીએ ભજવ્યું હતું. આમાં ભારતીય ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવવા માટે કરેલા પાત્રનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. ’જર્સી’ની હિન્દી રિમેક અલ્લુ અરવિંદ, અમન ગિલ, દિલ રાજુ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ ૨૮ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ રીલિઝ થશે.

Related posts

૨૪ કલાકમાં ફૌ-જી ગેમ ૩લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ…

Charotar Sandesh

બોક્સ ઓફિસ પર છવાઈ ‘ભારત’, ૩ દિવસમાં જાણો કેટલી કરી કમાઈ…

Charotar Sandesh

તાપસીની લૂપ લપેટા ફિલ્મ પહેલી કોવિડ-૧૯થી ઇન્શ્યોર્ડ થનારી ફિલ્મ…

Charotar Sandesh