Charotar Sandesh
ગુજરાત ટ્રેન્ડીંગ

કલમ ૩૭૦ હટતા વકીલો અને લોકોએ ફટાકડા ફોડી નિર્ણય વધાવ્યો…

લોકોએ ફટાકડાની ૩૭૦ની પ્રતિકૃતિ બનાવી હતી અને બાદમાં દીવાસળી ચાંપી આતશબાજી કરી

રાજકોટ,
સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળી હતી. બહુમતીથી કાશ્મીરના સદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઇ દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ખુશીને વધાવવા માટે રાજકોટ શહેરના તમામ વકીલોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. રાજકોટના ત્રિશુલ ચોકમાં પણ લોકોએ ફટાકડા ફોડ્યા હતા.

ગોંડલમાં પણ આ નિર્ણયને વધાવ્યો છે. ગોંડલમાં લોકોએ ફટાકડાની ૩૭૦ની પ્રતિકૃતિ બનાવી હતી અને બાદમાં દીવાસળી ચાંપી આતશબાજી કરી હતી. આ તકે લોકોએ જમ્મુ કાશ્મિરને હવે આઝાદી મળી હોવાનું જણાવ્યું હતું.

Related posts

વિલે પારલા હરિજન સમાજ પંચાયત તરફથી સમસ્ત હરિજન જ્ઞાતિબંધુઓ દ્વારા જાહેર ભંડારો યોજાશે

Charotar Sandesh

સૂરતમાં ફૂટ્યો કોરોના બોમ્બ, શાળાએ જતાં ૮૦થી વધુ વિદ્યાર્થી કોરોના સંક્રમિત…

Charotar Sandesh

હવામાનમાં પલટો : રાજ્યના કેટલાંક વિસ્તારોમાં માવઠાની કરાઈ આગાહી…

Charotar Sandesh