Charotar Sandesh
ઈન્ડિયા

કાશીના વિકાસની ગતિ અટકવી ન જાઇએ ઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના મતદારો માટે એક ખાસ વીડિયો જારી કર્યો છે. વડાપ્રધાને છેલ્લા પાંચ વર્ષમાં વારાણસીમાં થયેલી પ્રગતિ અને વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કરી  છે કે વડાપ્રધાન તરીકે વારાણસીથી મેળવેલા અનુભવ તેમના માટે મહત્વપૂર્ણ છે. વારાણસીમાં વિકાસની ગતિ છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ ઝડપી હતી. વિવિધ યોજનાઓથી સમાજના તમામ વર્ગને લાભ મળ્યો છે.
વડાપ્રધાને  કે વારાણસીમાં માત્ર વિકાસ થયો નથી પરંતુ આધ્યાત્મક વિકાસ પણ થયો છે. વિદેશી રાષ્ટના વડા પણ કાશીની આધ્યાત્મકતાની પ્રશંસા કરે છે. ત્યારબાદ મોદીએ કાશી માટે લખેલી કવિતાનો ઉલ્લેખ કરી  કે મેં જ્યારે કાશી વિશે લખવા માટે પેન ઉઠાવી તો વધારે કાંઇ (લખી શક્્યો નહીં. માત્ર આટલું જ લખ્યું … પ્રાચીન, પુનિત, પરિમલ કાશી અડગ, અપ્રતિમ, અવિરત કાશી, નિરંતર નિર્વિÎન નિર્મલ કાશી, વિશિષ્ટ, વિકસિત, વિમલ કાશી. ‘
મોદીએ  કે છેલ્લા પાંચ વર્ષોમાં અમે કાશીમાં ઘણું કર્યું છે પરંતુ હજી પણ ઘણું બાકી છે. હમણાં રોકાવાનું નથી અને બહુ આગળ વધવાનું છે. છેલ્લે જ્યારે નામાંકન માટે હું આવ્યો હતો ત્યારે રોડ શો દરમિયાન તમે જ  હતું કે તમે ન આવો. આજે દરેક કાશીવાસી નરેન્દ્ર મોદી બનીને ચૂંટણી લડી રહ્યો છે અને લડાવી પણ રહ્યો છે. મારે કાંઇ કહેવાની જરૂર નથી. દરેક કાશીવાસી બધું જાણે છે કે શું કરવું અને શું ન કરવું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ મતદાનની અપીલ કરી  કે હું માત્ર એટલું કહું છું કે ૨૦૧૯માં તમે પણ લોકશાહીના સૌથી મોટા ઉત્સવમાં ભાગ લો. મત આપવા અવશ્ય જાઓ અને મત આપવા માટે અન્યને પણ પ્રેરિત કરો. સમગ્ર દેશની નજર તે દિવસે કાશી તરફ હશે. પોતાના પારંપરિક પહેરવેશ સાથે બહાર નીકળો. ગરમી વધી રહી છે તેથી તમારા આરોગ્યનું ધ્યાન રાખો. મારો તો આગ્રહ રહેશે કે પહેલા મતદાન પછી જલપાન. મતદાન બાદ સેલ્ફી ચોક્કસપણે લઇને તેને સોશિયલ મીડિયા પર શેર કરો. આ જાઈને મને બહુ આનંદ થશે. આ મારા માટે નહીં, નરેન્દ્ર મોદી માટે પણ નહીં, કાશી માટે મતદાનમાં પણ નવો રેકોર્ડ બનાવો.

Related posts

ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તીની જામીન અરજી ફગાવતી અદાલત : જેલમાં જ રહેવું પડશે…

Charotar Sandesh

યુપીના કાનપુરમાં પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ : ૮ પોલીસ જવાન શહીદ…

Charotar Sandesh

સુશાંત સુસાઈડ કેસને લઈને અમને મુંબઇ પોલીસે મદદ કરી નથી : બિહાર ડીજીપી

Charotar Sandesh