Charotar Sandesh
ઈન્ડિયા

કાશ્મીરમાં ગવર્નર શાસન લાગુ કરાયા બાદ પથ્થરમારાનાં બનાવ ઘટયા…

નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસના રાજ વખતે પથ્થરમારાના ૨,૬૯૦ બનાવ બન્યા હતા…

શ્રીનગર,

રાજકીય પક્ષોના શાસનવાળા વર્ષોની સરખામણીમાં ગવર્નર શાસન (સીધું કેન્દ્રીય શાસન) લાગુ કરાયાના થોડા જ મહિનાઓમાં કશ્મીર ખીણપ્રદેશમાં સુરક્ષા દળો પર પથ્થરમારાના બનાવો ઘટી ગયા છે. ગવર્નર શાસન લાગુ કરાયું એ પહેલાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જોડાણે ૨૦૧૫ અને ૨૦૧૮ના મધ્ય ભાગ સુધી રાજ કર્યું હતું. તે પહેલાં, ૨૦૦૯ અને ૨૦૧૪ વચ્ચે નેશનલ કોન્ફરન્સ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં જોડાણે રાજ કર્યું હતું. ભાજપે પીડીપીને આપેલો ટેકો પાછો ખેંચી લીધા બાદ સરકારનું પતન થયા બાદ અને મેહબૂબા મુફ્તીને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડ્યા બાદ ૨૦૧૮ની ૧૮ જૂને જમ્મુ અને કશ્મીર રાજયમાં કેન્દ્રીય શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.

Related posts

7મીથી પ્રિયંકા બે દિવસ પ્રયાગરાજની મુલાકાતે : ઉમેદવારો પાસેથી પરાજયનું કારણ જાણશે…

Charotar Sandesh

ભારતે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઇકનો એરફોર્સે વીડિયો શેર જાહેર કર્યો…

Charotar Sandesh

પઠાણકોટના કાઠવાલા પુલ નજીક ગ્રેનેડ હુમલો થયો : સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ અપાયું

Charotar Sandesh