Charotar Sandesh
ઈન્ડિયા

કાશ્મીરમાં ૩૭૦ હટાવવાનો નિર્ણય ઐતિહાસિક, બાલા સાહેબનું સપનુ પૂર્ણ થયુ : શિવસેના

ન્યુ દિલ્હી,
મોદી સરકારે સંસદમાં રજૂ કરેલા આર્ટિકલ ૩૭૦ના પ્રસ્તાવનું શિવસેનાએ સમર્થન કર્યુ. શિવસેનાના સાંસદ સંજય રાઉતે સંસદમાં જણાવ્યુ કે, જે મામલાનો છેલ્લા ૭૦ વર્ષથી કોઈ ઉકેલ નહોતો આવ્યો. તેનો ઉકેલ મોદી સરકાર લાવી છે. આર્ટિકલ ૩૭૦ અંગે ધમકી આપતા હતા.
ડરાવવા અને ધમકાવાવની ભાષા આજે બંધ થવી જોઈએ. કેમ કે, આજે દેશમાં મજબૂત અને નિર્ણાયક સરકાર છે. સંજય રાઉતે વધુમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા ૭૦ વર્ષથી જમ્મુ કાશ્મીરની જનતાનુ શોષણ કરવામાં આવ્યુ. જેનો આજે અંત આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના નિર્ણયનો એનડીએના ઘટક દળ શિવસેનાએ સ્વાગત કર્યુ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે, કેન્દ્રસરકારે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણયનુ સ્વાગત કરીએ છીએ.
આ નિર્ણયથી સમગ્ર દેશને ફાયદો થશે. કાશ્મીરના લોકોને લાભ થશે. આ નિર્ણય બાલા સાહેબ ઠાકરે એ સાંભળ્યો હોત તો તે ખુશ થયા હોત.

Related posts

૮૦ ટકા લોકો લૉકડાઉનમાં પણ હપ્તો ભરવા માંગે છેઃ એસબીઆઇ ચેરમેન

Charotar Sandesh

કોરોનાએ મચાવ્યો હાહાકાર, ૨૪ કલાકમાં ૯૨ હજાર કરતા વધુ નવા દર્દીઓ…

Charotar Sandesh

મળીને કામ કરીએ તો કોઈ લક્ષ્ય કપરું નથી હોતું : મોદી

Charotar Sandesh